ગોંડલ બાય અમિત પંઘલ પાસે ગ્લવ્સ ખરીદવાના એક સમયે પૈસા નહોતા

0
22

ચંડીગઢ,તા.૨
‘થ્રોઇંગ ઇન ધ ટાવ્લ’ એક એવું વક્યરથ છે જેનાથી લગભગ બધા જ બાક્સર્સ પરિચિત છે. આ વાક્્યનો મતલબ છે ‘હારને સ્વીકારી લેવી’, પરંતુ અમિત પંઘલે આ શબ્દોથી વિપરિત જઇને એશિયાઈ રમતમાં ગાલ્ડ જીત્યો છે. ગાલ્ડ જીત્યા બાદ અમિત પંઘલનાં ભાઈ અજય પંઘલ તેના સંઘર્ષને યાદ કરતા જણાવે છે કે જ્યારે આ ખેડૂત પરિવારની આર્થિક સ્થિતિસારી નહતી ત્યારે અમિત બાકીસંગ ગ્લવ્સ વગર જ પોતાની ટ્રેનિંગ કરતો હતો.
હરિયાણાનાં રોહતક જિલ્લાનાં મૈના ગામમાં રહેનારા અમિતનાં પિતા વિજેન્દર સિંહ એક સામાન્ય ખેડૂત છે , જેઓ એક એકરની જમીન પર ઘઉં અને બાજરીની ખેતી કરે છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી રહી. આ કારણે અમિતનાં મોટાભાઈ અજય પંઘલે બાકીસંગ છોડી દીધી હતી. અમિતનાં મોટો ભાઇ અજય આજે સેનામાં છે. તેમણે જણાવ્યું કે, “૨૦૧૧ સુધી અમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી નહતી. અમને ખેતીમાં ઘણું નુકસાન થયું હતુ જેના કારણે આવક વધારે નહતી થતી. હું એ સમયે બાકીસંગ કરતો હતો અને અનિલ ધાંકર મારા કોચ હતા. મારુ સપનું આંતરરાષ્ટÙીય બાક્સર બનવાનું હતુ, પરંતુ આર્થિક સ્થિતિનબળી હોવાથી મે બાકીસંગ છોડી દીધી હતી અમે ૨૦૧૧માં આર્મી જાઇન કરી જેથી ઘર ચાલી શકે. આર્મીમાં રહેતા મે એ ધ્યાન રાખ્યું કે અમિતની બકિસંગ ના છૂટે કારણ કે મને ભરોસો હતો કે જે હું ના કરી શક્્યો તે મારો નાનો ભાઈ જરૂર કરશે.”
અજય કહે છે કે, બાકીસંગ માટે અમિતનું ઝનૂન એવુ હતુ કે તેણે બાકીસંગ ગ્લવ્સ વગર ૬ મહિના ટ્રેનિંગ કરી હતી. નવા બાકીસંગ ગ્લવ્સ ખરીદવા માટે પૈસા નહતા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY