ઉપલેટામાં વેબ સીરીઝનું શૂટિંગ કરવામાં આવ્યું.

0
590

ઉપલેટા શહેરમાં આવેલ તાલુકા શાળાના મેદાનમાં મુંબઈના કલાકારો સાથેનું એક યુનિટ વેબ સીરીઝનું શૂટિંગ કરવા માટે આવતા શહેરીજનો ઉમટી પડ્યા.

રાજકોટ જિલ્લાનું ઉપલેટા શહેર જ્યાં અવાર નવાર ગુજરાતી ફિલ્મ તેમજ સીરિયલના શૂટિંગ કરવા માટે કોઈ નિર્માતા પોતાના યુનિટ સાથે આવતા હોય છે. ત્યારે ઉપલેટા શહેરના તાલુકા શાળાના મેદાનમાં મુંબઈના કલાકારો સાથેનું એક યુનિટ વેબ સીરીઝ બનાવવા માટે આવતા શહેરના લોકો જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. પોરબંદરમાં પાંચ દિવસના શૂટિંગ બાદ ઉપલેટા શહેરમાં બે રાત્રીના શૂટિંગ કરવામાં આવેલ. જેમાં બે રાત્રી સુધી ૩૦૦ થી ૩૫૦ માણસોના કાફલા સાથે સાંજે સાત વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી શૂટિંગ કરવામાં આવ્યા હતા. જેમાં બે હીરો ને એક હિરોઈન દ્વારા ભૂમિકા આ સિરીઝમાં ભજવવામાં આવી હતી. આ શૂટિંગ દરમિયાન અલગ-અલગ પ્રકારના ચકડોળ, વિવિધ પ્રકારના સ્ટોલો, ખાણીપીણીની રેકડીઓ સહિતના ફ્લોટ્સ ઉભા કરવામાં આવ્યા હતા. ઉપલેટામાં શુટિંગ પત્યા બાદ રાજકોટ શૂટિંગ માટે રવાના થયા હતા. તેમજ રાજકોટ બાદ અમદાવાદ ખાતે પણ શૂટિંગ કરવાના હોય. બે વર્ષ પહેલા બનાવવામાં આવેલ ટ્રીપલિંગ વેબ સીરીઝની ભવ્ય સફળતા બાદ આ ટ્રીપલિંગ – 2 નામની સીરીઝ બનાવવા જઈ રહ્યા હોય ત્યારે ઉપલેટા શહેરના લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

રિપોર્ટ : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598/7016006334

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY