બોતેર માં સ્વતંત્રતા પર્વ ની ઉજવણી પુરી થઈ ,એક બે નેતા થોડા મહાનુભાવો કે વડીલો ની હાજરી માં રાષ્ટ્રધ્વજ ને સલામી આપી..થોડું ભાષણ કર્યુ એ પહેલાં થોડા આઝાદી ના હદયદ્રાવક ,આઝાદી ના જોમ પૂરક ગીતો વાગ્યા ને સંભળ્યા,એને કલમ થી કંડારી કોઈ ની ચાપલુસી કરી બે પાના ભરવા એ કવચિત આઝાદી ના પર્વ માટે ન લખાય પણ આજ દિને સરકાર ને નેતાઓ ના ભાષણો ને બદલે લખાવી જોઈએ આમ આદમી ની વ્યથા ને પીડા સરકાર પ્રત્યે ની અપેક્ષાઓ,અધૂરા રહેલા કે અપેક્ષિત પ્રજા ની સુખાકારી ના કામો બેધડક લખાય ને તોજ આ તંત્ર ને દિશા મળે તેમ લાગી રહ્યું છે.સરકાર કરશે કહી બેસી ન રહેવાને બદલે પોતે શુ કરી શકે તેવો વિચાર પ્રસાર માધ્યમો દ્વારા જન જન સુધી પહોંચાડવો એજ અખબારી કર્તવ્ય છે તો સાથે સાથે સરકાર દ્વારા,સમાજ દ્વારા કરાયેલ કામ ની સાતત્યપૂર્ણ મૂળવણી કરવી એ પ્રથમ કર્તવ્ય છે પણ અત્યંત ખેદ સાથે કહેવું પડે કે આપણે ઇતિહાસ વાગોળીયે છીએ પણ ભવિષ્ય કેવું હોવું જોઈએ તેના સકારાત્મક વિચારો લખવાનો આજકાલ આપણે પત્રકારત્વ માં થી બાકાત રાખી અર્થોપાર્જન ને ક્યાંય વધુ મહત્ત્વ તો નથી આપી રહ્યા ને તેનો આપણે લેશમાત્ર પણ વિચારતા નથી એ સત્યને આપણે સ્વીકારવું રહ્યું .
આવ, આજનો પવિત્ર દિવસ જેને માટે લાખો નવયુવાનોએ બલિદાન આપ્યા છે તેમની આશા અપેક્ષા ના ભારત નિર્માણમાં પત્રકારત્વ કરીએ સમાજ ને તેની જરૂરિયાત પૂરી કરવામાં કલમ નું યોગદાન કરીયે.
“જય હિન્દ,જય જય ગરવી ગુજરાત”
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




