શ્રીનગર, તા. ૨૨
જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ-૨ વિધિવતરીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. સેના અને સુરક્ષા દળોએ આતંકવાદીઓની સામે ઓપરેશન ઓલઆઉટ-૨ શરૂ થયા બાદ સુરક્ષા દળોની યાદીમાં આશરે ૩૦૦ ત્રાસવાદીઓના નામ છે. આ ૩૦૦ ત્રાસવાદીઓની લિસ્ટમાં આશરે ૧૦ આતંકવાદીઓને સૌથી ખતરનાક યાદીમાં મુકવામાં આવ્યા છે જે આતંકવાદીઓને ટોપ લિસ્ટમાં રાખવામાં આવ્યા છે તેમાં એવા આતંકવાદીઓ પણ સામેલ છે જે પત્રકાર સુજાજ બુખારી અને સેનાના જવાબન ઔરંગઝેબની હત્યામાં સામેલ રહ્યા છે. ટોચના ત્રાસવાદીઓની યાદી નીચે મુજબ છે.
જાકીર મુસા
આ લિસ્ટમાં જે આતંકવાદીઓ સામેલ છે તેને એ ડબલ પ્લસમાં રાખવામાં આવ્યા છે. આ ત્રાસવાદીની યાદીઆમાં ગજવત ઉલ હિંદના પ્રમુખ જાકીર મુસા સૌથી ઉપર છે. જગવત ઉલ હિંત અલકાયદાના કાશ્મીરી સંગઠન તરીકે છે. બુરહાન વાનીના મોત બાદ મુસાને આ સંગઠનની જવાબદારી સોંપાઈ છે.
ડોક્ટર સેફુલ્લા
સેફુલ્લાને હવે અબુ મુસેજના નામ પણ ઓળખવામાં આવે છે. સેફુલ્લા શ્રીનગર વિસ્તારમાં હિઝબુલ મુઝાહિદ્દીનના પ્રમુખ તરીકે છે. માલંગપોરાનો તે નિવાસી છે અને ત્રાસવાદીઓની સર્જરી માટેનું કામ કરે છે
નવેદ જાટ
તેને અબુ હંજારા તરીકે પણ ઓળખવામાં આવે છે. પત્રકાર સુજાત બુખારીની હત્યા બાદ હંજલાની ભારે ચર્ચા જોવા મળી હતી. હંજલા પાકિસ્તાનનો નિવાસી છે તે લશ્કરે તોઇબા માટે કામ કરે છે. હંજલાને પણ એ ડબલ પ્લસ કેટેગરીમાં રખાયો છે
જહુર અહેમદ
જહુર અહેમદ સિરનુનો નિવાસી છે. તે વર્ષ ૨૦૧૭માં ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ થયો હતો. હાલમાં તે જવાન ઔરંગઝેબની હત્યામાં સીધીરીતે સામેલ રહ્યો હતો
ઝુબેર ઉલ ઇસ્લામ
જુબેર હિઝબુલ મુઝાહિદ્દીનનો કાશ્મીરમાં પ્રમુખ તરીકે છે. તે પુલવામાના બેગપુરાનો નિવાસી છે. સબ્જાર અહેમદ ભટ્ટના મોત બાદ જુબેરને તેની જવાબદારી મળી હતી. જુબેરને ટેકનોલોજીમાં નિષ્ણાત તરીકે ગણવામાં આવે છે
અલ્તાફ કચરુ
અલ્તાફ હિઝબુલ મુઝાહિદ્દીનના કુલગામનો પ્રમુખ છે. ૨૦૧૫માં સુરક્ષા દળો ઉપર થયેલા હુમલામાં તે માસ્ટર માઇન્ડ તરીકે રહ્યો છે. અલ્તાફ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે
જિન્નાતુલ ઇસ્લામ
જિન્નતને લશ્કરે તોઇબામાં તે વખતે નામ મળ્યું હતું જ્યારે અબુ ઇસ્માઇલને ઠાર કરી દેવાયો હતો. ૨૦૧૭માં સોપિયન હુમલામાં તે માસ્ટર માઇન્ડ તરીકે હતો
વસીમ અહેમદ
વસીમ લશ્કરનો સોપિયા જિલ્લા કમાન્ડર છે. તે બુરહાન વાનીના ગ્રુપમાં સામેલ હતો
સમીર અહેમદ
અલબદર ટેરર ગ્રુપના સભ્ય સમીર ઉપર અનેક ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ હોવાનો આક્ષેપ છે લિસ્ટમાં ખૂંખાર ત્રાસવાદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


