જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે નાની પણ યાદ આવે છે ઃ રાજ્યવર્ધનસિંહ રાઠોડ

0
12

જયપુર,તા.૧૩
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના મંદિર દર્શન પર કટાક્ષ કરતા કહ્યું કે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે નાની પણ યાદ આવે છે. આ પહેલા રાઠોડે યુવાનો સાથે પોતાના સંસદીય મત વિસ્તાર જયપુર ગ્રામ્યમાં બાઈક પર સવાર થઈ તિરંગા યાત્રા નિકાળી હતી.
જયપુરથી જવાહર કલા કેન્દ્રમાં સરકારની ઉપલબ્ધિઓ પર આયોજીત પ્રદર્શનના ઉદ્ઘાટન બાદ મીડિયા સાથેની વાતચીતમાં સિંહે કહ્યું, ‘જ્યારે પરેશાની આવે છે ત્યારે નાની પણ યાદ આવે છે.’ ચાલુ વર્ષના અંતમાં યોજાનારી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે ચૂંટણી અભિયાનનુ રણશિંગુ ફૂંકી દીધુ છે. ચૂંટણી અભિયાનના આરંભને પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠક બાદ ગોબિંદ દેવજીના મંદિરમાં દર્શન કરવા ગયા હતાં.
કેન્દ્રીય પ્રધાને રાજસ્થાન પ્રવાસન ઝૂંબેશ હેઠળ પ્રચલતિ ટેગ લાઈન ‘જાને ક્યા દિખ જાએ’નો ઉલ્લેખ કરી કહ્યું કે રાજસ્થાન સુંદર પ્રદેશ છે અને પ્રવાસનના નક્શા પર જાણીતો છે અને અહીં કોગ્રેસના અધ્યક્ષનું સ્વાગત છે. એક પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું, ‘જ્યારે રાજ્યમાં ભાજપ સત્તામાં નહોતી ત્યારથી રાજ્ય ભાજપનું સમર્થક રહ્યું છે. ભાજપે ૨૦ રાજ્યોમાં સરકાર બનાવી છે અને દરેક લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામ કરવાની શૈલીને જાઈ છે અને હવે દેશ તેમના નેતૃત્વમાં આગળ વધવા ઈચ્છે છે.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY