ભરૂચ અને અંકેલશ્વર શહેરમાં ચાલતા સ્પા મસાજ સેન્ટરો પર પોલીસ દ્રારા દરોડા પાડી ચેકીંગ હાથ ધરાયું

0
615

આજ રોજ સાંજના ભરૂચ શહેર અને અંકેલશ્વરમાં ચાલતા સ્પા મસાજ સેન્ટરો પર પોલીસ દ્રારા દરોડા પાડી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.
રાજકોટમાં પોલીસ વિભાગ દ્વારા સ્પા મસાજ સેન્ટરોમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં ૪૫ જેટલી વિદેશી યુવતીઓ ગેરકાયદેસર રીતે કામ કરતી હોવાનું સામે આવ્યું હતું.

જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી ભરૂચ જિલ્લામાં રાફડા ની માફક ખુલી ગયેલાં સ્પા મસાજ સેન્ટરો પર પોલીસે દરોડા પાડી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં ભરૂચ શહેરમાં ડી.વાય.એસ.પી એન.ડી.ચૌહાણ સાથે રહીને શ્રવણ ચોકડી તથા સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલ ૮ જેટલાં સ્પા મસાજ સેન્ટરો પર દરોડા પાડી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જ્યારે અંકલેશ્વરમાં પાડવામાં આવેલા દરોડામાં ડીવાયએસપી એલ.એ.ઝાલા,અંકલેશ્વર શહેર પોલીસ મથકનાં પીઆઈ જે.જી. અમીન, જીઆઈડીસી પોલીસ મથકનાં પીઆઈ આર.કે. ધુળીયા તેમજ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા કુલ ૬ જેટલા સ્પા મસાજ સેન્ટરો પર દરોડા પાડી સરપ્રાઈઝ ચેકોગ હાથ ધરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્રારા ભરૂચ અને અંકલેશ્વરમાં સ્પા મસાજ સેન્ટરો પર અચાનક પાડવામાં આવેલ દરોડાઓમાં પોલીસને આ દારોડાઓમાં કોઈ પણ ગેરકાયદેસર રીતે કામ ચાલતું હોવાનું માલુમ પડ્યું નથી.પણ પોલીસે લાયસન્સ વગર ચાલતા સ્પા સેન્ટરોની ખરાઈ કરવાની પણ કામગીરી કરવામાં આવશે. પરંતુ પોલિસ દ્રારા કારવામાં આવેલ સરપ્રાઈઝ ચેકીંગ થી ગેરકાયદેસર કામગીરી કરનાર સ્પા સંચકલોમાં ઘભરાટ ફેલાઈ ગયો છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY