જયપુર,તા.૧૮
રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની સંપત્તિમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૩ લાખનો વધારો થયો છે. રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે વસુંધરા રાજેએ નોંધાવેલી ઉમેદવારી સાથે પોતાની મિલકતો દર્શાવતુ સોગંદનામુ પણ રજુ કર્યુ હતુ.
જેમાં આપેલી જાણકારી પ્રમાણે પાંચ વર્ષ પેહલા તેમની સંપત્તિ ૩.૬૬ કરોડ હતી. જે હવે વધીને ૪.૦૯ કરોડ થઈ ગઈ છે. તેમની પાસે ૩ કિલો સોનુ, ૧૫ કિલો ચાંદી અને ૧.૨૯ લાખ રુપિયા કેશ છે. જયપુરમાં ઈંદિરા ગાંધી નગરમાં ૩૫૩૦ સ્કેવરફૂટનો પ્લોટ છે.વસુંધરા પાસે પોતાનુ કોઈ મકાન કે કાર નથી.પાંચ વર્ષ પહેલા ખેતીની જમીન હતી.જે હવે નથી.
જાકે રાજસ્થાનમાં સૌથી ધનિક ઉમેદવાર જમીનદાર પાર્ટીના કામિની જિંદર છે.તેમની પાસે ૨૮૭ કરોડ રુપિયાની સંપત્તિ છે.પાંચ વર્ષમાં તેમની સંપત્તિ ૯૩ કરોડ રુપિયા વધી છે.કામિનીએ શ્રીગંગાનગરથી ઉમેદવારી નોંધાવી છે.
અન્ય ધનિક ઉમેદવારોમાં ભાજપના ઉમેદવાર અને વસુંધરા રાજેના નિકટના ગણાતા ભાજપના પ્રદેશ પ્રમુખ અશોક પરમાની છે.જેમની પાસે ૩૦ કરોડની પ્રોપર્ટી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






