બાબા રામદેવની પતંજલિ દેશના ચાર રાજ્યોમાં ડેરી પ્રોડક્ટસને લોન્ચ કરશે

0
20

ન્યુ દિલ્હી,તા.૧૨
યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ હવે ડેરી સેક્ટરમાં પણ એન્ટ્રી કરવા જઇ રહી છે. કંપનીએ પોતાની ડેરી પ્રોડક્ટ્‌સને દેશના ચાર રાજ્યોમાં લોન્ચ કરવા જઇ રહી છે. આ સિવાય નાના બાળકો માટે કંપની ડાયપર પણ લોન્ચ કરી રહી છે.
પંતજલિ ડેરી સેક્ટરમાં જે પ્રોડક્ટ્‌સ લોન્ચ કરવાનું પ્લાન કરી રહી છે તેમાં દૂધ, દહીં, પનીર, છાશ અને ફ્રોઝન વટાણા શામેલ કરવા જઇ રહ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે તમામ પ્રોડક્ટ્‌સમાં કોઇ પણ પ્રકારનું ભેળસેળ નથી અને શુદ્ઘ પ્રોડક્ટ્‌સ મળશે. પંતજલિ આર્યુવેદના પ્રવક્તા અનુસાર, લોકોને ગાયનું શુદ્ઘ દૂધ અને તેમાંથી બનેલી પ્રોડક્ટ્‌સ ખૂબ જ ઓછી કિંમત પર મળશે.
જે રાજ્યોમાં કંપનીએ પોતાની પ્રોડક્ટ્‌સનું વેચાણ સૌથી પહેલા દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટÙ અને હરિયાણા શામાલે છે. પતંજલિની મુખ્ય સરખામણી અમૂલ, મધર ડેરી, સરસ, નમસ્તે ઇન્ડીયા, ગોપાલજી, પારસ જેવી કંપનીઓની સાથે થશે. દૂધની કિંમત અન્ય કંપનીઓની સરખામણીએ ૧-૨ રૂપિયા પ્રતિ લિટર ઓછી હશે.
આ પ્રોડક્ટ્‌સને કંપની હાલમાં પતંજલિ ચિકિત્સાલય અને આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવશે. આ સિવાય અન્ય દુકાનદારોની મદદથી પણ કંપની પોતાની આ ડેરી પ્રોડક્ટ્‌સનું વેચાણ કરશે. જાકે આ પ્રોડક્ટ્‌સ સૌથી પહેલા તે લોકોને મળશે જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હશે.
કંપનીએ ૦-૪ વર્ષ સુધીના નાના બાળકો માટે ડાયપર પણ લોન્ચ કરી દીધા છે, જે દેશભરમાં મળશે. આ સિવાય કંપનીઓ મહિલાઓ માટે સેનેટરી નેપકિન પણ ટૂંક સમયમાં લોન્ચ કરવા જઇ રહી છે. જેની કિંમત એવી રાખવામાં આવશે જેનો ગરીબ લોકો પણ લાભ લઇ શકે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY