હનુમાનજીને મુસ્લિમ કહેનાર બુક્કલ નવાબની દારુલ ઉલુમે આકરી ઝાટકણી કાઢી

0
6

જે વાતની જાણકારી ન હોય તે અંગે ન બોલવું જોઈએ
સહારનપુર,તા.૨૨
દેશમાં હનુમાનજી કઈ જાતિના હતા તે જણાવવા માટે આજકાલ હોડ જામી છે.જેમાં હનુમાનજી મુસ્લિમ હતા તેવુ નિવેદન આપનાર યુપીના વિધાન પરિષદના સભ્ય અને ભાજપના આગેવાન બુક્કલ નવાબની દારુલ ઉલુમે આકરી ઝાટકણી કાઢી છે.
મુસ્લિમો માટેની પ્રભાવશાળી સંસ્થા અને અલગ અલગ મુદ્દાઓ પર ફતવા બહાર પાડતી દારુલ ઉલુમના ઉલેમાઓએ કહ્યું છે કે જે વાતની કોઈ જાણકારી ના હોય તે અંગે બોલતા પહેલા તેના પર તપાસ કરવી જાઈએ.
દારુલ ઉલુમના કહેવા પ્રમાણે કોઈ પણ ઈસ્લામિક પુસ્તકમાં એવુ નથી લખ્યુ કે હનુમાનજી મુસ્લિમ હતા.જેનો પૂરાવો નથી તેના પર બુક્કલ નવાબે વાત કરવાની જરુરી નહોતી.આવા લોકો પ્રસિદ્ધ મેળવવા નિવેદન બાજી કરે છે.બુક્કલે હિંદુઓ અને મુસ્લિમોની માફી માંગવી જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY