બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબનાઓ ધ્વારા જિલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા માટેની સુચના મુજબ તેમજ નાયબ પોલસ અધિક્ષકશ્રી ડી.એસ.પટેલ સા.ના માર્ગદર્શન હેઠળ ગઢડા (સ્વા.) પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેટરશ્રી વી.ડી.ધોરડા તેમજ પો.સબ.ઈન્સ.બી.એલ.રાવલ તથા સ્ટાફના માણસો સતત પ્રયત્ન કરી તા.૨૭/૦૯/૨૦૧૮ ના રોજ ગઢડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.ડી.ધોરડા તથા પી.એસ.આઈ.બી.એલ.રાવલ તથા સ્ટાફ એ.એસ.આઈ રાજદિપસિંહ ગોહિલ તથા હેડ કોન્સ.ભગીરથસિંહ ગોહિલ તથા પો.કોન્સ.હરપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. કુલદીપસિંહ ગોહિલ તથા પો.કોન્સ.કૌશીકભાઈ સોરઠીયા એ રીતેના પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હેડ કોન્સ.ભગીરથસિંહ ગોહિલ તથા પો.કોન્સ.હરપાલસિંહ ગોહિલ નાઓને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે મહેશભાઇ ઉર્ફે માંદો ભનુભાઇ પોપલા જાતે.રાવળદેવ રહે.ઉગામેડી ગામ,જડેશ્વર મંદિર પાસે તા.ગઢડા જી.બોટાદ વાળો તથા જસમતભાઈ ધુડાભાઈ સરાવા જાતે-પગી રહે.ઉગામેડી ગામ,તા.ગઢડા જિ.બોટાદ વાળાઓ બન્ને ઉગામેડી,પરા વિસ્તાર માંથી ઉગામેડી ગામના બસ સ્ટેન્ડ તરફ ચોરાઉ મો.સા. લઈ આવી તેની હેરફેર કરે છે તેવી બાતમી આધારે વોચ ગોઠવી બાતમીવાળા બન્ને ઇસમને બે મોટરસાયકલ સાથે પકડી પાડી આગવીઢબે પુછપરછ કરતા બન્ને મો.સા. અંગે ગલ્લાતલ્લા કરવા લાગેલ અને કોઇ આધાર રજુ નહી કરતા બન્ને મો.સા. કબ્જે કરી તથા આરોપીઓને ધોરણસર અટક કરી પોલીસ સ્ટેશને લઇ જઇ સઘન પુછપરછ કરતા આરોપીએ બન્ને મો.સા.અંગે હકીકત જણાવેલ જેમાં એક મો.સા. બન્ને આરોપીઓએ સાથે મળી ગઈ તા.૦૧/૦૬/૨૦૧૮ ના રોજ બપોરના એકાદ વાગ્યે સર ટી.હોસ્પિટલ ભાવગર ખાતેથી તેમજ બીજુ મો.સા આરોપી નં.૧ નાએ આજથી વિસેક દિવસ પહેલા સર ટી.હોસ્પિટલ ભાવનગર ખાતેથી સાંજના પાંચ-છ વાગ્યે ચોરી કરેલ હોવાની કબૂલાત આપતા આરોપી વિરૂધ્ધ ગઢડા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ, બાઇકચોરને ચોરાઉ બાઇકો સાથે ગઢડા પોલીસે પકડી પાડી સફળ કામગીરી કરેલ છે. આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેકટરશ્રી બી.એલ.રાવલ સા.નાઓ ચલાવી રહયા છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર(બોટાદ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





