રોમિયોગીરી કરતાં યુવકને પાઠ ભણાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ ભરૂચ.

0
197

  અંકલેશ્વરની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને આવાર નવાર પીછો કરી હેરાન કરનાર રોમિયો ને પકડી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ભરૂચ ની ટીમે પાઠ ભણાવ્યો હતો.

અંકલેશ્વર કોલેજ માં અભ્યાસ કરતી દિવ્યા (નામ બદલેલ છે) યુવતી નો કોલ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર કોલ કરી મદદ માંગી જણાવ્યું હતું કે હું એક ગામમાં રહું છું અને કોલેજ આવવા જાવા માટે બસમાં અપ ડાઉન કરું છું પરંતુ છેલ્લાં ૧૫ દિવસ થી એક યુવક મારો પીછો કરી મને હેરાન પરેશાન કરે છે.મને ઈશારાઓ કરે છે અને તેના તરફ હું ધ્યાન ન આપતી હોવાથી મારો હાથ પકડી છેડતી કરી હતી. મેં એને ઘણી વખત સમજાવ્યો હતો કે મને તારામાં કોઈ રસ નથી મારો પીછો કરવાનો છોડી દે પરંતુ યુવકે સુધરવાના બદલે દિવસે ને દિવસે વધુ હેરાન કરવા લાગ્યો હતો તેથી કંટાળી સરકારની હેલ્પલાઈન સેવા ૧૮૧ ને મદદ કરવા વિનંતી કરેલ હતી.જે કોલ મળતાજ ભરૂચ મહિલા હેલ્પલાઇન ૧૮૧ ટીમ ભરૂચના કાઉન્સલર અનિતા પરમાર અને પોલીસ કોન્સેબલ દેવિકા વસાવા રેકસ્ક્યુવાન લઈને તાત્કાલિક જગ્યા પર પહોંચી રોમિયોગીરી કરનાર યુવકને ઝડપી પાડ્યો હતો.અને પોલીસ સ્ટેશનમાં લઈ જવાનું કહેતાં યુવક રડવા લાગ્યો હતો અને હવે પછી કોઈપણ મહિલાને હેરાન નહીં કરવાની લેખિતમાં બાંહેધરી આપતાં અને હવે પછી આવું કોઈ પણ કિસ્સામાં પકડાશે તો ગુન્હો દાખલ કરાવાનું જણાવી જવા દીધો હતો.

દિવ્યાએ જણાવેલ હતું કે તે કોલેજમાં અભ્યાસ કરતી હોય અને તને પોતાની કારકિર્દી બનાવવી હોય પોલીસ કેશ કરવાનું ટાળ્યું હતું અને તેની મદદ કરવા અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ ભરૂચનો આભાર માન્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY