ઉપલેટા શહેર તથા તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઓરી, રૂબેલા વગેરે રસીકરણનો કેમ્પ શાળામાં યોજાયો

0
21

ઉપલેટા: આજરોજ તા. ૩૦/૭/૨૦૧૮ ને સોમવારના રોજ ઉપલેટા તાલુકાના લાઠ ગામે સરકારી શાળામાં તેમજ ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ પાછળ આવેલ ખાનગી શાળા ઘોડાસરા સ્કૂલ ખાતે સરકારશ્રી દ્વારા આરંભાયેલ ઓરી, રૂબેલા વગેરે રોગોને નેસ્તનાબુદ કરવાના આશયથી યોજાયેલ રસીકરણ કેમ્પમાં શાળાના પાંચ સાલથી પંદર વર્ષ સુધીના દરેક વિદ્યાર્થી-બાળકોને રસી આપવામાં આવી હતી. ઉપલેટાના ખ્યાતનામ બાળરોગ નિષ્ણાંત ડો. જી.સી. ભાલોડીયાના જણાવ્યા મુજબ આ રસી આપવાથી બાળકોને કોઈ આડ અસર થતી નથી. કે નથી કોઈ તકલીફ પડતી. TV મીડિયામાં, પેપરમાં થોડા સમય પહેલા ખોટી રીતે અફવા ફેલાવવામાં આવી હતી કે ઓરી અને રૂબેલા ની રસી આપવાથી બાળકોને ચક્કર આવવા લાગે છે, બીમાર પડી જાય છે, ઝાડા, ઉલ્ટી વગેરે થાય છે. ક્યારેક ક્યારેક તો કોઈના મૃત્યુ પણ થાય છે. પરંતુ ડો. દ્વારા આ બાબતે અફવાઓનું ખંડન કર્યું હતું. એમના કહેવા અનુસાર આ રસીકરણથી કોઈ આડઅસર થતી નથી. વાતાવરણને હિસાબે કદાચ કોઈ બાળકોને તકલીફ થઈ હોય. પરંતુ આ રસી આપવાથી કોઈ જાતની આડઅસર થતી નથી, જે અંગેની સ્પષ્ટતા પૂર્વકની માહિતી ઉપલેટાના ખ્યાતનામ ડો જે.સી. ભાલોડીયા એ વિસ્તૃત માહિતી આપીને છણાવટ કરી હતી.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY