સેંટ જાન્સ,તા.૩૧
પંજાબ નેશનલ બેન્કના ૧૪૦૦૦ કરોડના લોન કૌભાંડના આરોપી મેહુલ ચોકસીને હવે ડર લાગી રહ્યો છે કે ભારત સરકારની અપીલ બાદ એન્ટીગુઆ સરકાર તેને ભારતના હવાલે કરી દેશે.
જેના પગલે મેહુલ ચોક્સીએ સંભવિત ધરપકડથી બચવા માટે એન્ટીગુઆની હાઈકોર્ટમાં ઘા નાંખી છે. ચોક્સીના વકીલ ડો.ડેવિટ ડોરસેટ થકી હાઈકોર્ટમાં કરેલી અપીલમાં કહ્યું છે કે મેહુલ ચોક્સી એન્ટીગુઆના કાયદા ૧૧૯.૧ પ્રમાણે એન્ટીગુઆના નાગરિક છે અને ૧૯૯૩ની પ્રત્યાપર્ણ સંધિ પ્રમાણે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે કોઈ કાયદાકીય આધાર છે નહી તેવુ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવે.
ઉલ્લખનીય છે કે ભારતના હાઈકમિશને એન્ટીગુઆની સરકાર સાથે ચોક્સીના મામલે બેઠક યોજી હતી અને એન્ટીગુઆના પીએમ ગેસ્ટન બ્રાઉન સમક્ષ માંગણી કરી હતી કે મેહુલ ચોક્સી પર હવા પાણી અને જમીનથી મુસાફરી કરવા પર સરકાર પ્રતિબંધ મુકેયો છેે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




