‘ગલી બોય’ની તેલુગુમાં રિમેક બનશે

0
4

મુંબઈ,તા.૧૯
ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોય બોક્સઓફિસ પર ખૂબ કમાણી કરી રહી છે. ફિલ્મની સ્ટોરી એક રેપરની છે. રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મની હવે તેલુગુમાં રિમેક બનશે. આવું ઘણીવાર બન્યું છે કે હિન્દી ફિલ્મોની સાઉથમાં રિમેક બની હોય. ‘ઉરી’ ફિલ્મની પણ સાઉથમાં રિમેક બનવાની છે. ફિલ્મે ૭૨ કરોડ રૂપિયાની કમાણીને ક્રોસ કરી દીધી છે. ફિલ્મ પ્રોડ્યૂસર અને ડિસ્ટ્રીબ્યુટર અલ્લુ અરવિંદ ગલી બોયની તેલુગુ રિમેક બનાવવાની ઈચ્છા ધરાવે છે. તેલુગુ રિમેકમાં રણવીર સિંહનો રોલ એક્ટર સાઈ ધરમ તેજ નિભાવી શકે છે. સાઈ ધરમ તેજ સુપ્રીમ, નક્ષત્રમ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકયો છે.
ડિરેક્ટર ઝોયા અખ્તર સાથે રણવીર સિંહની આ ‘દિલ ધડકને દો’ પછીની બીજી ફિલ્મ છે. બોક્સઓફિસ કમાણીને લઈને ઝોયાની ઝીંદગી ના મિલેગી દોબારા ફિલ્મ હાલ ૯૦.૨૭ કરોડ રૂપિયા સાથે સૌથી ટોપ પર છે. ફિલ્મ ધીરે ધીરે બોક ઓફિસ પર પોતાની પકડ મજબૂત કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY