ભવિષ્યમાં અર્ધી કાચીપાકી સ્ક્રીપ્ટ સાથે કામ નહીં કરું : રેમો ડિસોઝા

0
7

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૦
મોખરાના કોરિયોગ્રાફર કમ ડાયરેક્ટર રેમો ડિસોઝાએ કહ્યુ હતું કે ભવિષ્યમાં હું કદી અર્ધી કાચી પાકી સ્ક્રીપ્ટ સાથે કામ નહીં કરું.
સુપર સ્ટાર સલમાન ખાનની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ રેસ થ્રીએ ટિકિટબારી પર ધૂમ મચાવી હતી અને તગડી કમાણી પણ કરી હતી પરંતુ રેમો અને ફિલ્મની સ્ક્રીપ્ટની આકરી ટીકા થઇ હતી.
સોશ્યલ મિડિયા પર ઘણાએ હોલિવૂડની એક સુપરહિટ ફિલ્મની નકલ કરતાં દ્રશ્યો હોવાની આકરી ટીકા પણ કરી હતી. એ સંદર્ભમાં રેમો બોલી રહ્યા હતા.
તેમણે કહ્યુ, ‘મારા માટે રેસ થ્રી એક નવો બોધપાઠ શીખવાની તક હતી. સૌથી પહેલો પાઠ એ કે ફિલ્મને ફ્લોર પર લઇ જતાં પહેલાં સ્ક્રીપ્ટને ચુસ્ત બનાવવી. એ પછી જ ફિલ્મ શરૃ કરવી.
બીજા પાઠ એ કે ડાયરેક્ટર તરીકે તમારો શબ્દ જ છેલ્લો હોવો જાઇએ. દલીલ ખાતર ભલે સેટ પર દલીલો થતી રહે. પરંતુ ડાયરેક્ટર તરીકે તમને જે યોગ્ય લાગે તે જ કરવું. કોઇના દબાણમાં આવી ન જવું. સર્જનાત્મક મતભેદો તો રહેવાના.’
૧૯૯૫માં કોરિયોગ્રાફર તરીકે કારકિર્દી શરૃ કરનારા રેમોએ ૨૦૧૧માં પહેલીવાર ડાયરેક્ટર તરીકેની જવાબદારી સંભાળી અને એબીસીડી (એનીબડી કેન ડાન્સ ) જેવી હિટ ફિલ્મ આપી. ત્યારબાદ એ સફળ ડાયરેક્ટર તરીકે પણ બિરદાવાયા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY