એસ-૪૦૦ ડીલ તો થઈ પણ હજી ચુકવણીને લઈ પડકાર

0
47

નવી દિલ્હી, તા.૦૬
ભારત અને રશિયાએ છેલ્લે બે દાયકાની સૌથી મોટી ડિફેન્સ ડીલ એસ-૪૦૦ સર્ફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમને મંજુરી આપપી દીધી છે. પરંતુ હવે બન્ને દેશો વચ્ચે સૌથી મોટો પડકાર પૈસાના ટ્રાન્સફરનો છે. રશિયા અમેરીકા દ્વારા પ્રતિબંધનો સામનો કરી રહ્યુ છે. એવામાં કોન્ટ્રાક્ટ માટે ૫.૪૩ બિલિયન ડોલરના ટ્રાન્સફરને લઈ પડકાર બનેલો છે. માનવામાં આવી રહ્યુ છે કે જે એસ-૪૦૦નું પ્રોડક્શન કરનારી કંપની પણ અમેરીકી પ્રતિબંધનો સામનો કરી રહી છે, એવામાં આ ડીલ માટે પણ ભલે અમેરીકા ભારતને છૂટ આપી દે, પરંતુ પ્રોડક્શન કંપની પર લાગેલ પ્રતિબંધોના કારણે બેંકિંગ લેવડ દેવડ ખૂબ જ મુશ્કેલ હશે. લાંબા સમયથી પ્રસ્તાવિત ડીલ પર લીલીઝંડી મળવાના અહેવાલ શુક્રવારે વડાપ્રધાન મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાઈન્ટ પ્રેસ કોન્ફ્રંસ દરમિયાન આપી. રશિયા પર અમેરીકા દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધ અને ભારતને અમેરીકાની સતત ચેતવણી છતાં ભારત દ્વારા આ ડીલ પર હસ્તાક્ષર કરવા ખૂબ જ મહત્વના છે. એસ-૪૦૦ ચીન અને પાકિસ્તાન બોર્ડર પર સેનાની તાકાત વધારશે. આ ડીલ એટલા માટે પણ મહત્વની બની ગઈ હતી કારણકે ચીને જાન્યુઆરીમાં ૬ એસ-૪૦૦ મિસાઈલ તૈનાત કરી હતી. ચીન અને રશિયા વચ્ચે આ ડીલ ૨૦૧૪માં થઈ હતી. આ ડીલ માટે અમેરીકાએ ચીન પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ ભારતને આશા છે કે તેને ટ્રમ્પ પ્રશાસન દ્વારા કેટલીક છૂટછાટ મળી શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભારતને આ સિસ્ટમની ડીલીવરી ૨૦૨૦માં કરવામાં આવશે. ચીનને આની ડીલીવરી પહેલાથી જ કરી દેવામાં આવી છે, એવામાં ચીન તરફથી ભારતને આ મોરચે ખૂબ જ મોટો ખતરો હતો. પરંતુ હવે ભારતે પણ એસ-૪૦૦ ડીલને મંજુરી આપી દેતા ચીનને પણ પડકાર ફેંકવામાં આવશે. ઘણા લાંબા સમયની વાતચીત બાદ આ ડીલ ફાઈનલ થઈ છે, ત્યારે હવે ભારત સામે રશિયાને પૈસા ટ્રાંસફર કરવાને લઈ મોટો પડકાર છે. જાણકારોનું કહેવુ છે કે ડીલ સાઈન થયા બાદ ફોરેન સપ્લાયરને પ્રોડક્શન ચાલુ કરવા માટે ૧૫ ટકા એડવાન્સમાં આપવામાં
આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY