મુંબઈ,તા.૫
એઆઇબીની કોમેડીમાં મોખરે રહેલા કોમેડિયન ઉત્સવ ચક્રવર્તી પર પણ જાતીય દુરાચારનો આક્ષેપ થયો હોવાની જાણકારી મળી હતી.
ઉત્સવ પર થયેલા આરોપો મુજબ એ સગીર વયની બાળાઓને અશ્લીલ સંદેશા અને વિડિયો ક્લીપ મોકલતો હતો. જા કે ઉત્સવે પોતે આ આક્ષેપનો ઇનકાર કર્યો હતો કે મેં આવું કશું કર્યું નથી.
ગુરુવારે એક લેખિકાએ જણાવ્યા મુજબ સંખ્યાબંધ સગીર બાળાઓએ એવી ફરિયાદ કરી હતી કે ઉત્સવ એમને ગંદા સંદેશા મોકલતો હતો અને બાળાઓના નગ્ન ફોટોગ્રાફ્સ મંગાવતો હતો.
મુંબઇ પોલીસે આ વાતની ગંભીર નોંધ લીધી હતી અને ગમે તે ઘડીએ ઉત્સવ સામે તપાસ શરૃ થશે. ખુદ એઆઇબીએ ઉત્સવની આકરી ટીકા કરી હતી.
ઉત્સવ પોતે આ વાતને ભારપૂર્વક નકારી રહ્યો છે પરંતુ જાણકાર સૂત્રોના કહેવા મુજબ ફરિયાદ કરનારી બાળાઓ પાસે ઉત્સવ વિરોધી પુરાવા છે. એને આધારે મુંબઇ પોલીસ એની સામે કામ ચલાવી શકશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




