ગ્લોબલ વોમિંગ શબ્દથી પરિચિત કરાવનાર વૈજ્ઞાનિક વાલેસ સ્મિથ બ્રોકરનું નિધન

0
6

બોગોટા,તા.૧૯
વિશ્વને ‘ગ્લોબલ વોમિંગ’ શબ્ધથી પરિચિત કરાવનાર જળવાયુ વૈજ્ઞાનિક વાલેસ સ્મિથ બ્રોકરનું ૮૭ વર્ષની ઉમરે નિધન થયું છે. કોલબિંયા વિશ્વવિદ્યાલયએ જાણકારી આપી હતી કે, પ્રોફેસર વાલેસ સ્મિથ બ્રોકર ન્યૂયોર્ક સિટીમાં સ્થિત એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા, જે દરમિયાન તેમનું નિધન થયું હતું.
વિજ્ઞાનિક વાલેસ સ્મિથ બ્રોકર લાંબા સમયથી બીમાર હતા. બ્રોકરે વર્ષ ૧૯૭૫માં પોતાના એક પત્રમાં ‘ગ્લોબલ વોમિંગ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પત્રમાં તેમણે સચોટ માહિતી આપતા ભવિષ્યવાણી કરી હતી કે, વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઇટનું પ્રમાણ વધવાથી વિશ્વ સામે ગ્લોબલ વો‹મગની સમસ્યા ઉદભવશે.
જળ અને પોષક તત્વોનું સંચરણ કરનાર દરિયાઇ પ્રવાહોની વૈશ્વિક પ્રણાલી ‘મહાસાગર કન્વેયર બેલ્ટ’ની ઓળખ કરનાર વાલેસ સ્મિથ બ્રોકર વિશ્વના પહેલા વિજ્ઞાનીક હતા. બ્રોકરનો જન્મ ૧૯૩૧માં શિકાગો ખાતે થયો હતો અને અભ્યાસ પછી તેઓ ૧૯૫૯માં કોલબિંયા વિશ્વવિદ્યાલય સાથે જોડાયા હતા. તેમને વિજ્ઞાન જગતમાં ‘જળવાયુ વિજ્ઞાનના પિતામહ’ તરીકે ઓળખવામાં આવતા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY