હાથી, સાઈકલ અને પંજા ૪૦ વર્ષ પછી એક થશે…???

0
70

ન્યુ દિલ્હી,
તા.૨/૪/૨૦૧૮

હાથી અને સાઈકલ સામે ઈંદિરાએ હાથના પંજાની પસંદગી કરી હતી

હાથી અને સાયકલના ચૂંટણીપ્રતીક સામે ઈંદિરા ગાંધીએ પક્ષના ચૂંટણીપ્રતીક તરીકે હાથના પંજાની પસંદગી કરી હતી ત્યારે કોઈ કલ્પના પણ નહીં કરી હોય કે ૪૦ વર્ષ બાદ આ ત્રણે એકમેક સાથે હાથ મિલાવશે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પક્ષના જાડાણની વહેતી થયેલી વાતો વચ્ચે હાથના ખુલ્લા પંજાની ચૂંટણીપ્રતીક તરીકે ઈંદિરા ગાધીએ કરેલી પસંદગીનો નવાં પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમાજવાદી પક્ષનું ચૂંટણીપ્રતીક સાઈકલ તો બહુજન સમાજવાદી પક્ષનું ચૂંટણીપ્રતીક હાથી છે.

ઉત્તર પ્રદેશમાં છેલ્લે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કાંગ્રેસે સમાજવાદી પક્ષ સાથે જાડાણ કર્યું હતું. વર્ષ ૧૯૭૮માં કાંગ્રેસમાં ફૂટ પડ્યા બાદ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ પક્ષના ચૂંટણીપ્રતીક તરીકે હાથના પંજાની પસંદગી કરી હતી.

લોકસભામાં પક્ષના ૧૫૩ સભ્યમાંથી ૭૬ સભ્યનો ટેકો ગુમાવ્યા બાદ તેમણે રચેલા નવા રાજકીય પક્ષ કાંગ્રેસ (આઈ)-ઈંદિરા કાંગ્રેસે ગાય અને વાછરડાંનું ચૂંટણીપ્રતીક પણ જતું કરવું પડ્યું હતું. જૂનાં ચૂંટણીપ્રતીકથી છૂટકારો મેળવીને ઈંદિરા ગાંધીએ હાશકારો મેળવ્યો હોવાનું રાજકીય પત્રકાર રાશિદ કિડવાઈના પુસ્તક નબૅલટ-ટૅન ઍપિસોડસ ધેટ હૅવ શૅપ્ડ ઇન્દીયાસ ડૅમોક્રેસીથ નામનાં પુસ્તકમાં જણાવવામાં આવ્યું હતું.

પુસ્તકમાં જણાવ્યાનુસાર ગાય અને વાછરડાંનાં ચૂંટણીપ્રતીકને દેશભરનાં લોકોએ વખોડી કાઢ્યું હતું અને લોકો એ ચૂંટણીપ્રતીકને ગાય એટલે ઈંદિરા ગાંધી અને વાછરડું એટલે પુત્ર સંજય ગાંધી તરીકે જાતા હતા. ઈંદિરા ગાંધીએ બળદની જાડીનાં ચૂંટણીપ્રતીકની માગણી કરી હતી, પરંતુ એ ચૂંટણીપ્રતીક ચૂંટણી પંચ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY