રાજપીપળા:
રાજપીપળા પાલિકામાં બીજા અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં નાટકીય ઢબે ભાજપના 4 અસંતુષ્ટોના રાજીીનામાં ચૂંટણી પ્ર્રક્રિયા પેહલા જ મંજુર કરતા ભારે વિવાદ થયો હતો.જોકે અંતે ભાજપની સ્પષ્ટ બહુમતીને લીધે ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા.
બાદ આ મામલે ભાજપના આ 4 સભ્યો પૈકી હરદીપસિંહ શિનોરા,દત્તા ગાંધી,કાજલ કાછીયા અને જગદીશ વસાવાએ પોતાના એડવોકેટ મારફતે ગુજરાત ડિવિઝનમાં અપીલ કરી હતી.આ સમય દરમિયાન રાજપીપળા નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા વોર્ડ નંબર 1,2,4,7 ની એક એક બેઠકની પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચમાં દરખાસ્ત કરી હતી.તો બીજી બાજુ આ ચાર ભાજપના અસંતુષ્ટ સભ્યોએ ચીફ ઓફિસરની દરખાસ્ત પર કોઈ આગળની કાર્યવાહી ન થાય તે માટે સ્ટેની માંગણી કરી હતી.રાજપીપળા પાલિકાના કથિત બનાવટી રાજીનામાં પ્રકરણ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે નામદાર હાઈકોર્ટે બીજી સુનાવણી ન થાય ત્યાં સુધી બીજી પેટા ચૂંટણી યોજવા ઉપર સ્ટે આપ્યો છે.બીજી બાજી રાજપીપળા પાલિકાના ચીફ ઓફિસર અને રાજ્ય ચૂંટણી પંચના સચિવને નોટિસ ફટકારી 6 સપ્ટેમ્બરના રોજ પુરાવા સાથે હાજર રહેવા તાકીદ કરી છે. ત્યારે રાજપીપળા પાલિકાના 4 ભાજપના અસંતુષ્ટ સદસ્યોના કથિત રાજીનામાં પ્રકરણ હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ હોવાથી પેટા ચૂંટણી યોજવા પર સ્ટે મામલે હાલ રાજકારણ ગરમાયુ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



