જુનાગઢ,તા.૨૦
જૂનાગઢના ભવનાથમાં એક માતાએ તેનું પાપ છુપાવવા માટે પોતાના બાળકને જન્મ આપી ત્યજી દીધું. જેનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. જેમાં જન્મ આપનાર પરણિતાના માતા-પિતા અને મામા સહિતની સંડોવણી સામે આવી છે. જૂનાગઢના ગોલાધર પરણિતા અંજનીબેન પરમારે ગત રવિવારે એક બાળકને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જન્મ આપ્યો. બાદમાં બે દિવસ હોસ્પિટલમાં બાળકને તરછોડી દીધું. જન્મ આપનાર માતાના તેના પતિ સાથે છેલ્લા બે વર્ષથી ઝગડો ચાલી રહ્યો હતો. તેથી તે તેના પીયરમાં જ રહેતી હતી, જ્યાં તેણે અન્ય યુવક સાથે સંબંધ બાંધ્યા હતા. જેનાથી તેને બાળકનો જન્મ થયો, અને આ કરતુતને છુપાવવા તેણે રસ્તામાં જ બાળકને તરછોડી મૂક્યું. રાહદારીઓની તેની જાણ થતા બાળકને હોસ્પિટલ લઈ જવાયું અને પોલીસને જાણ કરાયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો.
બાળકને લઈ પરણિતા તેની માતા નીમુ તેનો પિતા કીશન અને તેના મામા રમેશ, બાળકને ઘરે લઈ જવાને બદલે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં અશોક શિલાલેખ નજીક નીચે વોકળામાં તરછોડી દીધું હતું. આનું કારણ એ હતું કે, અંજનીને તેના પતિ હિતેન્દ્ર સાથે બે વર્ષથી વિવાદ ચાલતો હતો, જેથી તે તેના પિતાના ઘરે કાથરોટા મુકામે રહેતી હતી, અને તેને અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ બંધાતા તેણે બાળકનો જન્મ થયો હતો. જેથી આ પાપને છુપાવવા માટે બાળકને ત્યજી દેવાનુ નક્કી કર્યું હતું. જે મુજબ બાળકને તરછોડી માતા તેના માતા-પિતા અને મામાએ ત્યાંથી ચાલતી પકડી હતી. બાદમાં રસ્તા પર પસાર થતા રાહદારીઓને બાળક રડતું હોવાનો અવાજ આવતા તપાસ કરી તો બાળક માતાને શોધતું હતું. જેથી તેણે તુરંત જ પોલીસ અને ૧૦૮ ને જાણ કરી ૧૦૮નો સ્ટાફ ઘટના સ્થળે આવી બાળકને જીવિત હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડયું હતું. બાદમાંપોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. આ ગુનામાં નિર્દયી પરિણીતા તેના માતા-પિતા અને મામાની ધરપકડ કરી લેવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





