બિહારમાં આરજેડી નેતા રઘુવર રાયની ગોળી મારી હત્યા

0
31

નીતિશ સરકારના રાજમાં ગુંડાઓ બેફામ બન્યાઃ તેજસ્વી યાદવ
સમસ્તીપુર,તા.૨૪
બિહારમાં ફરી એકવાર હત્યાની ધટના સામે આવી છે. સમસ્તીપુરના કલ્યાણપુરમાં ગુનેગારોએ આરજેડી નેતા રધુવર રાયની ગોળી મારી હત્યા કરી છે. ધટના બાદ પોલિસે આ કેસની તપાસ હાથ ધરી છે.
એસપી હરપ્રીત કૌરે જણાવ્યું કે, ભૂતપૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ તેની ધરની બહાર મોર્નિગ વોક પર નિકળ્યા હતા. તે સમયે ગુનેગારોએ ગોળી મારી હત્યા કરી હતી. આ ધટના પછી આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
ગોળીનો અવાજ સાંભળતા સ્થાનીક લોકોની ભીડ એકઠી થઇ હતી. ત્યાર બાદ રધુવર રાયના સ્થાનિકોએ તેને તુરંત ઇલાજ માટે દરભંગા નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પરંતુ, હોસ્પિટલમાં ઇલાજના સમયે તેનું મૃત્યુ થયુ હતું.
આ ધટનાને પગલે વિસ્તારમાં આક્રોશ છે. પોલિસ ધટના સ્થળે પહોંચી કેસની તપાસ કરી રહી છે.
આરજેડી નેતાની હત્યા બાદ પાર્ટીમાં આક્રોશ ફેલાયો છે. આરજેડી નેતા અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે જણાવ્યુ હતુ કે, નીતિશ સરકારના રાજમાં ગુંડાઓ બેફામ બન્યા છે. નીતિશ સરકાર પોતાને ગુંડાઓને સાચવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. આરજેડી નેતાની હત્યા અંગે સીએમ એક પણ શબ્દ નહીં બેલો. જે નિંદનિય છે. મહત્વપૂર્ણ છે કે, રઘુવર રાયની હત્યા બાદ આરજેડી કાર્યકર્તાઓએ બિહાર સરકારનો ઉગ્ર વિરોધ કર્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY