કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું વિવાદિત નિવેદન
નેતૃત્વવાળા મારા નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયુ
સાંગલી,તા.૨૪
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ફરી એકવાર વિવાદોમાં છે. એક સિંચાઇ યોજનાની પૂર્ણાહુતિમાં લેટ લતિફિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ટ્રાસજેન્ડરના લગ્ન થાય તો તેમને પણ બાળક થઇ જાય પણ આ યોજના પૂર્ણ ન થાય.
નીતિન ગડકરી તેંભૂમાં લિફ્ટ સિંચાઇ પરિયોજનાને પૂર્ણ કરવાના ચોથા ચરણમાં થનારા કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલીમાં એક રેલીને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું કે, તેંભૂ સિંચાઇ લિફ્ટ યોજનાની આર્થિક વ્યવહાર્યતા એટલી મુશ્કેલ છે કે, એકવાર એક વ્યક્તિ સાથે મેં મારા વિચારો વ્યક્ત કર્યા હતા. મેં ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રાંસજેન્ડરને બાળક થઇ શકે પણ આ સિંચાઇ યોજના ક્યારે પણ પૂર્ણ ન થઇ શકે.
ભાજપના નીતિન ગડકરીનું આ વિવાદિત નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે મીડિયા પર તેમણે તોડીમરોડીને સમાચાર રજૂ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય ગડકરીએ શનિવારે પણ કહ્યું હતું કે જે નેતૃત્વમાં છે તેમણે હારની જવાબદારી લેવી જાઇએ. આ પરિયોજના ચોથા ચરણમાં જઇ રહી છે તેની તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને આશા રાખી હતી કે પરિયોજનાના પાંચમાં ચરણનું કામ પણ જલ્દી પૂર્ણ થશે. આ કાર્યક્રમમાં સીએમ દેવેન્દ્ર ફડણવીસસ, જલસંપદા મંત્રી ગિરીશ મહાજન, રાજસ્વી મંત્રી ચંદ્રકાંત પાટિલ સહિતના મંત્રીઓ ઉપસ્થિત હતા.
તેંભૂ જિલ્લા પરિયોજના પૂર્ણ થવાના કારણે સાંગલી અને સોલાપૂર જિલ્લાઓને ૪ લાખ એકડ જમીનમાં પાણી મળી શકે છે. આ પરિયોજના માટે પહેલા પણ ભાજપ અને શિવસેનાની સરકારે પૈસા આપ્યા હતા. મહારાષ્ટ્રની હાલની સરકારે પણ પ્રોજેક્ટ માટે ૪૦૮૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




