રાજકોટ,
તા.૩૦/૦૩/૨૦૧૮
રાજકોટને પાણી મળશે, ડહોળું ને વાસી શું કામનું : સ્થાનિક
શહેરમાં ઉનાળાની શરુઆતમાં જ પાણીની પરોજણ શરુ થઇ ગઇ છે. ગુરુવારે આવેલા મુખ્યમંત્રી વિજય રુપાણી કહીને ગયા કે પાણી પ્રશ્ન હોય તો કલેકટરને રજુઆત કરો બાકી સરકાર પાણી આપવા કટિબધ્ધ છે. પરંતુ વોર્ડ નં ૧૩ના નવલનગર મવડી સાઇડના વિસ્તારોમાં પરિસ્થતી અલગ જ છે. કોર્પોરેશન દ્રારા મળતા પાણી સખત દુર્ગધ મારતું, ડહોળુ અને વાસી આવે છે, જેથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ગયા છે.
વોર્ડ નં ૧૩માં ૬૦ હજારથી વધુ વસ્તી છે કોંગ્રેસના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરના પતિ પ્રભાત ડાંગર કહે છે કે કેટલાય સમય જુનો પ્રશ્ન છે.પાણી આપવાના દાવા વચ્ચે ગમે તેવુ પાણી આપે શુ કામનું. સરકારે શુધ્ધ પીવા લાયક પાણી આપવુ જાઇએ. અહીં ગટ્ટર અને પાણીની લાઇન જુની છે. અનેક વખત રજુઆત કરવામાં આવી છે તે જમીનમા ક્યાક જાડાણ થતા આવુ થતુ હોવાનુ પ્રાથમિક તારણ છે.અનેક વખત સ્થાનિકો સાથે રાખી કોર્પોરેશનમા રજુઆત કરી છે પરંતુ કોઇ નક્કર કાર્યવાહી થતી નથી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"