અંકલેશ્વર:
આજરોજ અંકલેશ્વર તાલુકાના સંજાલીના ગ્રામજનો દ્વારા એક કિલોમીટર દુર આવેલ પાનોલી જી આઈ ડી સી ના કેમિકલ કમ્પનીઓ દ્વારા ઉત્પન્ન થતો સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બનાવવા સામે ભરૂચ કલેકટરને રજૂઆત કરી હતી. જયારે ગ્રામજનો એવી પણ રજૂઆત કરી હતી કે આ ઔદ્યોગિક વસાહતના કારણે સંજાલી સહિત આજુબાજુના ગામો માં દુર્ગંધ યુક્ત ગેસ છોડાતા માનવ સમૂહ પર ગંભીર અસર થઈ રહી છે. સાથે જ બાકરોલ અને સંજાલી ગામની જમીનોમાં બોરવેલ કરવામાં આવે ત્યારે મુખ્યત્વે બોરવેલમાં કેમિકલ યુક્ત પાણી નીકળે છે અને મુખ્યત્વે લાલ કલરનું પાણી જોવા મળે છે. જોકે આવી જ રીતે સોલીડ વેસ્ટ કંપની જો ઉભી થાય તો પરિસ્થિતિ વધુ બગડે એમ છે. જોકે ગામની અને ગામની નજીકમાં અનેક સંસ્થાઓ જેમકે સ્કુલ, કોલેજ અને હોસ્પિટલ પણ આવેલ છે અને આ કંપની આવવાથી જલ, ભૂમિ, હવાનું પ્રદુષણ વધુ વધે, જેથી લોકોના સ્વસ્થ સાથે અખતરા ન કરવા ભરૂચ કલેકટરને રજૂઆત કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"