મુંબઈ,તા.૨૮
સંજય દત્તની જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. તેમને જેલમાં પણ પોતાની જિંદગીના ઘણા વર્ષ વિતાવ્યા છે. હાલમાં તેમની બાયોપિક ‘સંજૂ’ રિલીઝ થઈ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી અને તેની સાથે જ ફિલ્મના ક્રિટિક્સ અને દર્શકોએ પણ ખૂબ પસંદ કરી હતી. ‘સંજૂ’ના રિલીઝ થયા બાદ એક ચેનલના ઈન્ટરવ્યૂ આપતા સંજય દત્તે પોતાની જેલના દિવસોને યાદ કરતા ઘણી વાતો કરી હતી.
સંજયે જણાવ્યું હતું કે, ૧૯૯૩ના કેસ અને જેલમાં રહ્યા બાદ તેમના જીવનમાં ઘણો ફર્ક આવ્યો છે. તે આધ્યાત્મિક થઈ ગયા છે. જેલમાં તેમને હિન્દૂ શાસ્ત્ર ઋગવેંદ, યજુર્વેદ, મહાભારત, રામાયણ, શિવપુરાણ વગેરે વાંચ્યા છે.
સંજયે પોતાની જાતને લઈને પણ કહ્યું હતું કે, સંજય એક સારો વ્યક્તિ છે, જેને અમુક ભૂલો પણ કરી. તેમને જણાવ્યું કે, હવે તે સમજી વિચારીને ફિલ્મો કરી રહ્યો છે. સંજયે એવું પણ જણાવ્યું હતું કે, તેમની જિંદગીમાં બે મહિલાઓની મોટી ભૂમિકા છે. એક તેમની માતા અને બીજી તેમની પત્ની માન્યતા દત્ત. સંજયે જણાવ્યું કે, જ્યારે હું જેલમાં હતો, ત્યારે મારી પત્ની માન્યતાએ ઘણી જવાબદારી ઉઠાવીને બાળકોને સંભાળ્યા હતા અને જ્યારે સંજય તે મુશ્કેલ સમયમાંથી તૂટી રહ્યા હતા, ત્યારે માન્યતા જ તેમને સંભાળ્યા અને ભરોસો અપાવ્યો હતો કે બધું બરાબર થઈ જશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


