સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુનું સ્ટેચ્યુ મેડમ તુસાદ મ્યુઝિયમમાં સ્થાપિત કરાશે

0
9

લંડન,તા.૨૮
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુને ભારતમાં દરેક ભાષામાં લોકોને પસંદ કરે છે અને તેનું નામ શ્રેષ્ઠ અભિનેતા તરીકે ગણવામાં આવે છે. ત્યારે હવે મહેશ બાબુના ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.
સાઉથના શ્રેષ્ઠ અભિનેતા ગણાતા મહેશ બાબુની વેકસ મૂર્તિ હવે મેડમ તુસાદમાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, લંડનમાં મેડમ તુસાદ મ્યુઝિયમ વધુ ચર્ચામાં ચાલી રહ્યું છે અને એક પછી એક અનેક નામાંકિત સેલેબ્રેટીઓનું નામ આ મ્યુઝિયમમાં ફાઈનલ કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં આ સમાચાર આવ્યા છે કે, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરનું નામ પણ આ મ્યુઝિયમ માટે ફાઈનલ કરવામાં આવી ચુક્યું છે. જા કે, આ વચ્ચે સાઉથના સુપરસ્ટારે પણ પોતાની જગ્યા બનાવી લીધી છે.
જણાવીએ કે, મહેશ બાબુ તે સ્ટાર એક્ટર છે જે પોતાના દેખાવ અને એક્શન ફિલ્મોને કારણે ખૂબ ચર્ચામાં હોય છે.
છેલ્લા થોડા દિવસોમાં ઘણા અભિનેતાઓ આ લિસ્ટમાં જાવા મળ્યા છે અને બધાએ સોશિયલ મીડિયા પર તેમના પોસ્ટ કરીને જણાવ્યું પણ છે. આ ક્ષણે, મહેશ બાબુના ફોટાના સામે આવ્યા બાદ તેમના ફેન્સ ખૂબ ખુશ છે અને તે સતત સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY