મુંબઈ,તા.૨૮
પ્રિયંકા ચોપડાએ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ને કેમ છોડી? અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે અને ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રિયંકાએ આ ફિલ્મ લગ્નના કારણે છોડી હતી. એવું સાચે હોઈ પણ શકે છે કારણ કે ભારતના ડાયરેક્ટર અલી અબ્બાસ જફરે જે રીતે ટ્વીટ કર્યું, તેનાથી એવું જણાઈ રહ્યું છે કે પ્રિયંકાએ લગ્નના કારણે ફિલ્મ છોડી હતી.
જો કે, હવે જે ખાસ અહેવાલ મળી રહ્યા છે, તે જરા ચોંકવાનારું છે. બોલીવુડ લાઈફ ડોટ કોમ અનુસાર, કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાએ આ ફિલ્મ એટલા માટે છોડી કારણ કે તેમને પોતાના સોલો પોસ્ટર્સ જાઈતા હતા. આ ફિલ્મમાં પ્રિયંકા અલગ અલગ લુક્સમાં જોવા મળશે અને તેમનો ક્લોજ હતો કે આ પોસ્ટર્સમાં કોઈ બીજી ફીમેલ કો-સ્ટાર સાથે જોવા નહીં મળે.
હવે ‘ભારત’માં તો બીજી હિરોઈન દિશા પટણી છે, તો જાહેર છે કે પ્રિયંકાએ દિશાની સાથે પોસ્ટર પર દેખાવવાની મનાઈ કરી દીધી હતી. જો કે, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે અને પ્રિયંકાએ આ ફિલ્મ સાચે આ કારણે છોડી છે, એ તો ફિલ્મની ટીમ અને ખુદ પ્રિયંકા જ જાણે છે. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રિયંકાએ ‘ભારત’ છોડ્યાના થોડાક જ સમયમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ સાઈન કરી લીધી હતી, જેની જાહેરાત યૂટીવીના માલિક સિદ્વાર્થ રોય કપૂરે ટ્વીટર મારફતે કરી છે.
રિપોર્ટસ અનુસાર, ફરહાન અખ્તર સ્ટાર આ ફિલ્મને શૂટ કર્યા બાદ તે લોસ એંજલ્સ જશે, ત્યાં તે ઓક્ટોબરમાં નિક જોનસની સાથે લગ્નના બંધનમાં બંધાશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



