પટના કોર્ટ બિહારના સચિવાલય ભવનની હરાજી કરશે

0
29

પટના,તા.૧૨
પટના કોર્ટ દ્રારા બિહાર રાજ્યના સચિવાલય ભવનની હરાજી કરવામાં આવશે. પટનાની સિવિલ કોર્ટના સબ જજ તરફથી થયેલા આદેશને આધિન સચિવાલયના સિંચાઇ ભવનના ગેટ પર હરાજીની નોટિસ પણ લગાવામાં આવી હતી. આ નોટિસમાં સિંચાઇ ભવનને જપ્ત કરવાની સૂચના અપાઇ હતી.
સિંચાઇ ભવન રાજ્ય સચિવાલયનો એક ભાગ છે જેમાં જળ સંપત્તિ વિભાગના મંત્રી અને પ્રધાન સચિવ તેમજ વિજળી મંત્રી ફરજ બજાવતા હતા. સચિવાલયના આ ભવનમાં સરકારી ભંડોળ વિભાગ પણ સમાયેલો છે.
નોંધનીય બાબત છે કે દ્ભઈસ્જી જીઈઇફૈંઝ્રઈજી ઁફ્‌ ન્્‌ડ્ઢ નામની કંપની દ્રારા સરકાર સામે આરોપ લગાવામાં આવ્યો હતો કે સિંચાઇ વિભાગે કરાર પર કામ કરાવ્યા બાદ તેના ખર્ચ પેટે રકમની ચૂકવણી કરી નથી. સરકારે આ મામલે બેજવાબદારી દાખવતા, કોર્ટે સરકારને ૧૫ સપ્ટેમ્બર સુધી પાંચ કરોડની બાકી નિકળતી રકમને ચૂકવવા આદેશ આપ્યો હતો. જેની અવગણના કરતા કોર્ટે ભવનની હરાજી કરવાનો નિર્ણય કરી નોટિસ આપી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY