સુરત,તા.૧૦
નવરાત્રિના તહેવારના એક દિવસ અગાઉ સુરત ક્રાઈમ બ્રાંચે બોમ્બ બનાવવાની સાધનસામગ્રી સાથે મૂળ મધ્યપ્રદેશના અને હાલ સુરતમાં રહેતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે ડિટોનેટર અને એમોનિયમ નાઈટ્રેટની સ્ટીક કબજે કરી હતી.
પૂર્વપ્રેમિકાના પતિને ફસાવવા માટે તેણે આ કાવતરું રચ્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. બામ્બ બનાવવાની સામગ્રી મળી આવતાં ગુજરાત એટીએસની ટીમે પણ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે હાલ તમામ સામગ્રી એફએસએલમાં મોકલી અન્ય કોઈ ગુનાઇત કાવતરા માટે લાવ્યો હતો કે કેમ તેની તપાસ શરૂ કરી છે.
ક્રાઈમ બ્રાંચના એસીપી આર.આર. સરવૈયા અને તેમની ટીમે બાતમીના આધારે સુરતના ગોડાદરા દેવધગામ જતા વિકટોરિયા નામના નવા બંધાતા કોમ્પ્લેક્સ પાસેથી બાઈક પર કાપડની થેલીમાં વિસ્ફોટક લઇ જતા સોનેસીંગ ઉર્ફ સોનું જુગરાજસીંગ ઠાકુર (ઉ.વ.ર૪,રહે, ગંગોત્રીનગર, શ્રીકૃષ્ણ સ્કૂલની પાસે, ગોડાદરા)ને પકડી પાડ્યો હતો.
પોલીસે તેની પાસેથી બોમ્બ બનાવવા માટે એમોનિયમ નાઈટ્રેટની સ્ટિક અને ડેટોનેટર સોનુંએ પોલીસને જણાવ્યું હતું કે પ્રેમિકા સાથે બદલો લેવા માટે તેના પતિ ઉધમસીંગને ફસાવવાનો પ્લાન હતો. ઉધમસિંગ જેલમાં જાય તો તેને પ્રેમિકા પાછી મળી જાય તે માટે આખો પાલન ઘડી મધ્યપ્રદેશથી આ વિસ્ફોટક સામગ્રી લઇ આવ્યો હતો. જ્યારે અન્ય સાધનસામ્રગી સુરતમાં અલગ અલગ જગ્યાએથી ખરીદી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



