ભુજની શ્રમજીવી વિકાસ સમિતિ દ્વારા વન વિભાગ દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચારનો વિરોધ

0
13

કચ્છ જિલ્લામાં શ્રમજીવીઓ સાથે અધિકારીઓ સામે શ્રમજીવીઓના પ્રશ્ને લડત આપતી બિન રાજકીય સંસ્થા કચ્છ ભષ્ટાચાર અટકાવવામાં નિષ્ફળ નિવડેલા કરછ વન વિભાગની પૂર્વ વન વિભાગ, પશ્ચિમ વન વિભાગ, વન વિસ્તરણ વિભાગ અને બની ગ્રાસ લેન્ડમા’ અમુક વન અધિકારીઓ દ્વારા લાંબા સમયથી સરકારી ગ્રાન્ટોમા ભષ્ટાચાર થઈ રહ્યોછે આવા ભષ્ટઅધિકારી કર્મચારીઓ સામે પગલા લઈ તેમના પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેના માટે ઘણા સમયથી સંસ્થા લડત ચલાવી રહી છે ઉપરાંત આજના પ્રતિક ધરણાના અંતે માંગ કરાઈ હતી કે શ્રમજીવીઓના હિતને ધ્યાન પૂરતું ધ્યાન અપાય અને તા.૦૭-૪-૨૦૧૭ ના સમિતિના સભ્યો દ્વારા ૧૦૭ પાના ના દસ્તાવેજી પુરાવા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને કચેરીના પત્ર ક્રમાંક: બ/આક્ષેપ રે.૭-૧૫૪૫૫-૨૦૧૭-૧૮ તા: ૦૭-૦૪-૨૦૧૭ વાળા પત્ર દ્વારા નિયમ નમુનામા’ ૧૫ દિવસમાં તપાસ કરી અહેવાલ મોકલવૉ તેમનું પાલન કરાયું નથી તો તેમના પર યોગ્ય પગલા લેવામાં આવે માર્ચ ૨૦૧૮ માં રાજય કક્ષાના વન મહોત્સવમા’ સરકારના નાણાંનો દુરુપયોગ થયો છે તેવા આક્ષેપો થઈ રહયા છે તો આ કામગીરીની તપાસ કરવામાં આવે જે વાઉચરો બન્યા છે, અને જે પાર્ટીઓને ચુકવણું કરીદેવામાં આવ્યું છે તેમની તપાસ કરવામાં આવે કે તે બોગસ હતાકે ટેન્ડર ધારકો તેની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરાય અને તા.૧૯-૭-૨૦૧૮ ના નાયબ વન સંરક્ષક,પૂર્વ વન વિભાગ અને તા.૨૧-૦૭-૨૦૧૮ ના નાયબ વન સરક્ષક કરછ વન વિસ્તરણ વિભાગને અરજી સ્વરૂપે ફરીયાદ કરેલ કે તેમના ૫૨ શું કાર્યવાહી કરવામાં આવી તેમનો અહેવાલ લઈ તપાસ કરવામા આવે.

તા.૧-૦૬-૧૮ ના લખપત તાલુકાની ઉતર રેંજની કૈયારી રખાલમાં ૪૦૦ જેવા વૃક્ષોની કટીંગ આર.એફ.ઓ ની મીઠી નજર થી થયા છે તેવું સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે એક જાગૃત નાગરીકે ફરીયાદ કરી ડી.સી.એફ ની કચેરીએ તા : ૧૯-૭-૨૦૧૮ ના એસી એફ આર.એફ.ઓ સી.એફ.આર, ગાર્ડ સ્થળ પર પંચનામું કરવા ગયા પરંતુ આજ સુધી ફોજદારી કરાઈ નથી તેની તપાસ કરી જવાબદાર અધિકારી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વધુમાં જણાવ્યું હતું કે, હવેથી ભ્રષ્ટાચારનુ પુનરાવર્તન ન થાય તેવા ઉદેશ્ય સાથે ધ્યાન દોરી નૂરમામદ.એફ.સમાં એ વનતંત્ર ની અનેક મિલી ભગત ભ્રષ્ટાચારના અજગર ભરડામાં ભરાયેલ વિવિધ બાબતોને ધ્યાને લઇ આ પ્રશ્નોનું ઉકેલલાવવા માંગકરાઈ હતી અને તંત્ર ને આવેદનપત્ર પાઠવી ભ્રષ્ટાચારીઓ ગધેડા સાથે સરખાવી બહોળી સંખ્યામાં હાજર રહેલા લોકોએ ખુલ્લો રોષ પ્રગટ કર્યો હતો

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY