ભારતના મુસ્લિમોને મસ્જિદની નહીં, શાળાની જરૂર છે : સલીમ ખાન

0
24

મુંબઇ,તા.૧૦
અયોધ્યા વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટે શનિવારે પોતાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ૫ જજોની બંધારણીય ખંડપીઠે ૪૦ દિવસની સુનાવણી બાદ આ ચુકાદો સંભળાવ્યો છે. પીઠે વિવાદિત જમીન પર રામલલાના હક્કમાં નિર્ણય સંભળાવ્યો છે. મુસ્લિમોને મસ્જિગ માટે અલગ જમીન આપવામાં આવશે. આ ચુકાદા પર સલમાન ખાનના પિતા અને લેખક સલીમ ખાનનું નિવેદન સામે આવ્યું છે.
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાનું સ્વાગત કરતા સલીમ ખાને જણાવ્યું કે, મુસ્લિમોને મળનારી ૫ એકર જમીન પર સ્કૂલ બનાવવામાં આવવી જોઈએ. તેમણે મુસ્લિમ સમાજને અપીલ કરતા જણાવ્યું કે, પ્રેમ વ્યક્ત કરો અને માફ કરો. હવે મુસ્લિમ સમાજે આ મુદ્દે વધારે વિચારવું ના જોઈએ અને આગળ વધવું જોઈએ.
મુસ્લિમોને સલાહ આપતા સલીમ ખાને જણાવ્યું કે, હવે આ મામલે વાત ના કરીને પરંપરાગત સમસ્યાઓ પર ચર્ચા કરવી જોઈએ. મુસ્લિમોને સ્કૂલ અને હોસ્પિટલની જરૂરત છે. અયોધ્યામાં મસ્જિદ માટે મળનારી ૫ એકર જમીન પર કોલેજ બને તો શ્રેષ્ઠ રહેશે. નમાજ તો ટ્રેન, પ્લેન ક્યાંય પણ અદા કરી શકાય છે. જો ૨૨ કરોડ મુસ્લિમોને શ્રેષ્ઠ શિક્ષણ મળે, તો આ દેશની અનેક સમસ્યાઓનો અંત આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY