મુંબઈ,તા.૮
ફિલ્મ ‘કેદારનાથ’ના રિલીઝ થયા પહેલા સારા અલી ખાનને ચર્ચામાં લાવામાં આવી અને તેનો ફાયદો ફિલ્મને મળ્યો. ફિલ્મમે પ્રથમ દિવસ બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી ૭.૨૫ કરોડ રૂપિયા કલેક્શન કર્યું છે. સુશાંત સિંહ રાજપુતના સ્ટારડમ અને નવી સારાને ધ્યાનમાં રાખીને આ કલેક્શન શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ખાસ વાત તો એ છે કે ફિલ્મથી લઇને પ્રતિક્રિયા મિશ્રિત છે. મોટાભાગના ફિલ્મ સમીક્ષકોને આ પસંદ આવી નથી. દર્શકોનો પણ આ જ પ્રકારનો અભિપ્રાય છે, છતાં પણ ફિલ્મે પહેલા દિવસે સારું કલેક્શન કરવામાં સફળ રહી છે. શક્ય છે કે નકારાત્મક પ્રતિક્રિયાઓ અસર બીજા દિવસે જાવા મળે છે.
આ ફિલ્મે સિંગલ સ્ક્રીનની તુલનામાં મલ્ટિપ્લેક્સમાં સરસ સંગ્રહ કર્યો છે. ૨.૦ એ બીજા અઠવાડિયામાં પણ પ્રવેશ કર્યો છે અને ફિલ્મએ પ્રથમ દિવસે સારી ટક્કર લીધી છે. ફિલ્મમાં સારા અલી ખાનની એક્ટિંગની ખુબ પ્રશંસા થઈ રહી છે, પરંતુ અન્ય મામલામાં ફિલ્મ ફીકી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




