નંદુરબાર,તા.૨૨
નંદુરબાર શહેરમાં બસસ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પી.એસ.આઈ. સહિત પોલીસ કર્મચારીઓએ મોડી રાત્રે વગર નંબરપ્લેટની બાઈક પર જઈ રહેલા યુવાનોને પૂછપરછ માટે ઊભા રાખતા યુવાનોએ પોલીસ પર હુમલો કર્યો હતો. આ અંગે પી.એસ.આઈ.એ શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
નંદુરબાર શહેર પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા પી.એસ.આઈ. પ્રદીપ પંડિત સોનવણે પોલીસ વાહન (નં.એમ.એચ.૩૯.એ.૨૨૮) પર પોલીસ કર્મચારી સાથે બુધવારે મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે ૧૨-૩૦ વાગ્યાના સમયે બસસ્ટેન્ડ પરિસરમાં એક નંબર વગરની બાઈક પર જઈ રહેલા નંદુરબારનો ગૌરવ શરદ ગાવિત (ઉં.વ. ૨૩, રહે. નગાઈ નગર, નંદુરબાર) અવિનાશ સુધામ પવાર, ચીંટુ ઉર્ફ મિલિંદ વળવી (ઉં.વ. ૨૭, રહે. એસ.ટી. કોલની, નંદુરબાર)ને ઊભા રાખી પૂછપરછ કરતાં તે યુવાનોએ તમે આખી રાત પેટ્રોલિંગ શું કરવા કરો છો.
પોલીસને ચાની દુકાન અને આમલેટની લારીઓને બંધ કરાવાનો કોઈ અધિકાર નથી, એવું કહી ગાળો આપી પી.એસ.આઈ. સહિત પોલીસ કર્મચારીઓે પર હુમલો કરી યુનિફોર્મ ફાડી નાંખી કહ્યું હતું કે, આજ પછી ચાની અને આમલેટની લારીઓ બંધ કરાવવી નહી.
જાકે પોલીસ પર હુમલો થયાની જાણ થતાં જ પોલીસ કો. હરીશ ચૌહાણ, સાદીક પઠાણ, ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને ગૌરવ શરદ ગાવિત, અવિનાશ સુદામ પવાર, ચીંટુ ઉર્ફ મિલિંદ વળવીની અટકાયત કરી પી.એસ.આઈ. પ્રદીપ પંડિત સોનવણેની ફરિયાદના આધારે નંદુરબાર શહેર પોલીસ સ્ટેશનમાંગુનો નોંધી પી.એસ.આઈ. દિલીપ ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





