શામલી,તા.૧
લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશના બાગપતથી ચૂંટણી લડી રહેલા રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) નેતા જયંત ચૌધરીએ શામલીમાં વિવાદિત નિવેદન આપ્યું છે. જયંત ચૌધરીએ આ દરમિયાન ભાજપ ઓફિસની એક-એક ઇંટ ઉખાડી દેવાની ચેતવણી પણ આપી હતી. સાથે જયંત ચૌધરીએ ભાજપનું નામ લીધા વગર કહ્યું કે આ જૂતા સાથે મારપીટ કરવામાં શ્રેષ્ઠ ‘જૂતિયા પાર્ટી’ છે.
શામલીમાં જનસભા સંબોધિત કરી રહેલા જયંત ચૌધરીએ કહ્યું ‘તમે ૧૫૦૦ કરોડ રૂપિયાનું એક ભવ્ય કેન્દ્રીય કાર્યલય દિલ્હીમાં બનાવ્યું છે. ગત વખતે અમે તોડ-ફોડ કરવા નહતા આવ્યા પરંતુ હવે જા ભૂલ થઇ તો અજિત સિંઘજી એલાન કરશે, અમે લોકો તેમના નિર્ણય પર ચાલીશું અને આ ઓફિસની એક-એક ઇંટ ઉખાડીને ફેંકી દઇશું.
તેમણે આગળ જણાવ્યું કે, ‘આ તમને શરાબી કહી રહ્યા છે. તો મેં પણ તેમના માટે નામ વિચારી રાખ્યું છે … હું ગાળો તો નથી આપવા માંગતો પણ હકીકતમાં આ જૂતાવાળી પાર્ટી છે.’ તેમના આ નિવેદનની શામલીમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. આરએલડીને જોટ સમર્થક પાર્ટી કહેવામાં આવે છે એવામાં જયંત ચૌધરીના નિવેદનથી સમુદાયમાં પણ નારાજગી જાવા મળી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



