કેટરિના ‘સૂર્યવંશી’ ફિલ્મ નહિ કરે

0
3

મુંબઈ,તા.૧
ખમતીધર ફિલ્મ સર્જક રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સૂર્યવંશીમાં મોખરાની અભિનેત્રી કેટરિના કૈફ ચમકવાની નથી એવી જાણકારી મળી હતી.
અગાઉ કેટરિનાએ અક્ષય કુમાર સાથે ૨૦૧૦માં તીસમાર ખાં ફિલ્મ કરી હતી. એટલે એવી વાતો વહેતી થઇ હતી કે સૂર્યવંશીમાં પણ કેટરિના અક્ષય કુમાર સાથે ચમકશે.
હાલ રોહિત અક્ષય કુમારને લઇને પોલીસ અધિકારી વિશે વધુ એક ફિલ્મ બનાવી રહ્યા છે. અગાઉ રોહિતે અજય દેવગણને લઇને સિંઘમ સિરિઝની હિટ ફિલ્મો બનાવી હતી. તાજેતરમાં એણે રણવીર સિંઘને લઇને પોલીસ અધિકારીની ઔર એક ફિલ્મ સિમ્બા બનાવી હતી. એ પણ હિટ નીવડી હતી.
આમ થવાનાં બે કારણો નિમિત્ત બનતાં હોય એવું લાગે છે. રોહિત આ ફિલ્મ ૨૦૨૦ની ઇદ પર રજૂ કરવા માગે છે. બીજી બાજુ સલમાન ખાનની સંજય લીલા ભણસાલી સર્જિત ઇન્શાલ્લાહ પણ ૨૦૨૦ની ઇદ પર રજૂ થવાની છે એટલે કે ૨૦૨૦ની ઇદ પર બે દોસ્તો સલમાન ખાન અને અક્ષય કુમાર બોક્સ આૅફિસ પર ટકરાશે. એ સંજાગોમાં કેટરિના અક્ષય કુમાર સાથે હોય તો કેટરિનાનો દોસ્ત સલમાન નારાજ થવાની શક્્યતા સર્જાઇ શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY