ચેન્નાઈ,તા.૨૯
તમિલનાડૂની સત્તાધારી એઆઈએડીએમકેના બાગી નેતા અને શશિકલાના ભત્રીજા દિનાકરનના ચેન્નાઈ સ્થિત આવાસની બહાર તેમની કાર પર પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. પોલીસે આ જાણકારી આપતા જણાવ્યું કે, હુમલા સમયે દિનાકરન ત્યાં હાજર નહોતા.
પોલીસે જણાવ્યું કે, એક શંકાસ્પદ શખ્સે કાર પર પેટ્રોલ બોમ્બ ફેંકી ફરાર થઈ ગયો હતો. આ હુમલામાં દિનાકરનનો ડ્રાઈવર અને એક ખાનગી ફોટોગ્રાફર ઘાયલ થયો છે. આ હુમલામાં દિનાકરનની એસયૂવી કારનો પાછળનો કાચ તૂટી ગયો છે. ઘટના સ્થળે કાંચના ટુકડા રસ્તા પર વિખરાયેલા જોવા મળ્યા છે.
દિનાકરને ગત વર્ષ ડિસેમ્બરમાં સત્તાધારી એઆઈએડીએમકે સાથે સંબંધ તોડતા ચેન્નાઈની આરકે નગર સીટ પરથી ચૂંટણી લડી હતી. દિવંગત મુખ્યમંત્રી જયલલિતાની આ સીટ પરથી તેમને શાનદાર જીત હાંસલ કરી હતી.
ત્યારબાદ દિનાકરને પોતાની અલગ પાર્ટી બનાવી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાંથી બહાર કરાયેલા એક કાર્યકર્તા બુલેટ પરિમલમે કથિત રૂપથી આ હુમલાને અંજામ આપ્યો હતો. જો કે, પોલીસે હાલ આ વાતની સ્પષ્ટતા કરી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


