ન્યુ દિલ્હી,તા.૨૯
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે હાલમાં ભારત માટે નવા સ્ટાન્ડર્ડ નિયમો વાળા હેલમેટ લાવવાની જાહેરાત કરી છે. આ નિયમોથી ભારતમાં વેચાતા હેલમેટની ક્વોલિટીમાં સુધારો લાવવામાં આવી શકશે સાથે જ રસ્તા પર વેચાતા લોકલ ક્વોલિટીના હેલમેટ પર રોક લગાવાશે. ભારતમાં આ નિયમને ૧૫ જાન્યુઆરી ૨૦૧૯થી લાગૂ કરવામાં આવશે. ત્યારબાદ ભારતમાં હેલમેટ બનાવનારી કંપનીઓને આ સ્ટાન્ડર્ડ પર હેલમેટનું મેન્યુફેક્ચરિંગ કરવું પડશે. નવા નિયમ અનુસાર હેલમેટનું વજન ૧.૨ કિલોગ્રામ હશે જે અત્યાર સુધી ૧.૫ કિલોગ્રામ હતું.
ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એવું પણ એલાન કર્યું કે હવેથી નોન આઇએસઆઇ સ્ટાન્ડર્ડ વાળા હેલમેટ વેચવું અપરાધ માનવામાં આવશે. આ નિયમનું પાલન ન કરવા પર ભારે દંડ લાગી શકે છે. આ નિયમના લાગૂ થયા બાદ ભારતીયોમને નવા BSI સ્ટાન્ડર્ડ વાળું જ હેલમેટનો જ ઉપયોગ કરવો પડશે જેનાથી લોકો માત્ર BSI માર્ક વાળા હેલમેટ પહેરીને કાયદો તોડી શકશે નહીં.
નવી ગાઇડલાઇનને ભારતના ટ્રાન્સપોર્ટ મંત્રાલય તરફથી જારી કરવામાં આવી છે. એ હેઠળ મોટરસાઇકલ હેલમેટની ક્વોલિટીને ટેસ્ટ કરવા માટે નવા નિયમોને બનાવવામાં આવ્યા અને નવા સ્ટાન્ડર્ડ પર ટેસ્ટીંગ કરવામાં આવી. નવા નિયમો માટે હેલમેટને અલગ અલગ તપમાનમાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"


