દેશની રાજધાની દિલ્હીને મળશે ૭૦૦૦ કરોડનુ મિસાઈલ રક્ષા કવચ
ન્યુ દિલ્હી,તા.૨૯
ભારત ધીમે-ધીમે રાજધાની દિલ્હીને સૈન્ય ૯/૧૧ જેવા કેટલાંય આતંકી હુમલાથી અભેદ્ય બનાવામાં લાગી ગયું છે જેથી કરીને એરક્રાફ્ટ, મિસાઇલ અને ડ્રોન્સ જેવા એટેક થઇ શકે નહીં. તેના માટે ચાલી રહેલાં પ્રયાસોની અંતર્ગત રાજધાનીને મિસાઇલોના રક્ષા કવચથી લેસ કરવાની પણ તૈયારી છે. જૂની એર ડિફેન્સ સિસ્ટમને રિપ્લેસ કરી તેની આ વ્યવસ્થાને લાગૂ કરાશે. આ સિવાય ‘વીઆઈપી નો ફ્લાય ઝોન’ અને ખોટી મંશાથી આવનાર પ્લેનોની તોડી પાડવાની વ્યવસ્થાને રિકોન્ફિગર કરાશે.
સૂત્રોના મતે ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી રક્ષા અધિગ્રહણ પરિષદની તરફથી નેશનલ એડવાનસ્ડ સર્ફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ-૨ (NASAMS-II) ના અધિગ્રહણના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અમેરિકા પાસેથી તેને ૧ અબજ ડોલરના ખર્ચે ખરીદાશે. તેની સાથે જ ઓવરઆૅલ દિલ્હી એરિયા એર ડિફેન્સ પ્લાનની અંતર્ગત નવી દિલ્હીમાં ‘VIP-૮૯ એરિયા’ને ફરીથી ગઠિત કરવા પર પણ વાત ચાલી રહી છે. તેમાં રાષ્ટ્રપતિ ભવન, સંસદ, નોર્થ અને સાઉથ બ્લોક જેવા રાષ્ટ્રીય મહત્વના પ્રતિષ્ઠાન સામેલ છે.
નેશનલ એડવાન્સડ સર્ફેસ-ટુ એર મિસાઇલ સિસ્ટમમાં ત્રણ દિશાઓવાળા સેંટિનલ રડાર, શોર્ટ અને મીડિયમ રેન્જ મિસાઇલો, લોન્ચર્સ, ફાયર ડિસ્ટ્રિબ્યૂશન સેન્ટર્સ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટસ સામેલ હશે. તેના દ્વારા કેટલાંય મોર્ચા પર આવનાર હવાઇ ખતરાને એક સાથે ઝડપથી ડિટેક્ટ કરી શકાશે, ટ્રેક કરી શકાશે અને તોડી પાડી શકાશે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનની એર ડિફેન્સ સિસ્ટમ પણ કંઇક આ પ્રકારની છે.
અમેરિકન રાજધાની સિવાય ઇઝરાયલના કેટલાંય શહેરો અને મોસ્કો સહિત કેટલાંય નાટો દેશોમાં પણ આ પ્રકારની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. ભારતની તરફથી નેશનલ એડવાન્સ્ડ સર્ફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમના અધિગ્રહણનો નિર્ણય એવા સમયમાં લેવાયો છે, જ્યારે જીઆરડીઓ ટુ-ટાયર બેલીસ્ટિક મિસાઇલ ડિફેન્સને તૈયાર કરવાના અંતિમ તબક્કામાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


