ભગવાન શ્રીક્રૃષ્ણનું બર્થ-સર્ટિફિકેટ,ગામ,લીલાઓ અંગે માહિતી માંગતા લોકોમાં રોષ

0
10

મથુરા,તા.૩
છત્તીસગઢના એક કાર્યકર્તાએ આરટીઆઈ દ્વારા મથુરાના જિલ્લા પ્રશાસન પાસે ભગવાન શ્રીકૃષ્ણનું બર્થ સર્કિફિકેટ, તેના ગામ, તેના દ્વારા કરવામાં આવેલ બ્રજ લીલાઓ વગેરે સંબંધમાં જાણકારી માગવામાં આવી છે. તેને લઈને મથુરાના અધિકારીઓ પણ ગોથે ચઢી ગયા છે. જિલાના મુખ્ય સૂચના અધિકારી અને એડીએમ રમેશ ચંદ્રનું કહેવું છે કે, જનમાન્યતા અને વ્યકિતગત આસ્થા સાથે જાડાયેલ આ સવાલોનો શું જવાબ આપવામાં આવેલ તેને લઈને હાલમાં મૂંઝવણમાં છે.
છત્તીસગઢના બિલાસપુર જનપદના ગુમા ગામના નિવાસી આરટીઆઈ કાર્યકર્તા જૈનેન્દ ગેંદલેએ આરટીઆઈ નાખીને મથુરા જીલ્લા તંત્રને પ્રશ્ન કર્યો છે. આરટીઆઈમાં લખવામાં આવ્યું છે કે, વિગત ૩ સપ્ટેમ્બરે દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે રજા જાહેર કરી ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ મનાવવામાં આવ્યો. જેથી મહેરબાની કરીને ભગવાન શ્રીકૃષ્ણના જન્મનું પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવામાં આવે. જેથી એ સિદ્ધ થઈ શકે કે, તેમનો જન્મ આ દિવસે જ થયો હતો. આરટીઆઈમાં એ પણ પૂછવામાં આવ્યું છે કે, બતાવવામાં આવે કે, તે સાચે ભગવાન હતા? અને હતા, તો કેવા? તેમના ભગવાન હોવાની પ્રમાણિકતા પણ ઉપલબ્ધ કરવવામાં આવે. ગેંદલેએ એ પણ પુછ્યું છે કે, ભગવાન કૃષ્ણનું ગામ કયું હતું? તેમણે ક્યાં-ક્યાં લીલાઓ કરી?
ગેંદલેના અજીબ-ગરીબ પ્રશ્નથી મુશ્કેલીમાં પડેલા એડીએમ (કાયદો અને વ્યવસ્થા) રમેશ ચંદ્રનું કહેવું છે કે, જનમાન્યતા અને પ્રાઈવેટ આસ્થા સાથે જાડાયેલા આ પ્રશ્નોના શું જવાબ આપવામાં આવે, આને લઈ તે હાલમાં મુંઝવણમાં છે. તેમણે કહ્યું કે, હિન્દૂ ધર્મ સાથે સંબંધિત તમામ ગ્રંથો, પુસ્તકો વગેરેમાં આ પ્રકારના વર્ણન કરવામાં આવેલા છે ભગવાન કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં તત્કાલિન શૌરસેન (જેને વર્તમાનમાં મથુરાના નામથી ઓળખવામાં આવે છે) જનપદમાં થયો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY