પૂજા કરતી વખતે ૧૮ મહિલાઓ કૂવામાં પડી : બાળકી સહિત ત્રણનાં મોત

0
35

મુંબઈ,તા.૩
મુંબઈના વિલેપાર્લે વિસ્તારમાં પૂજા દરમિયાન સર્જાયેલી કરુણાંતિકામાં ૧૮ મહિલાઓ અચાનક કૂવામાં પડી ગઈ હતી, જેમાંથી એક બાળકી સહિત ત્રણનાં મોત થયાં છે. વિલેપાર્લે (ઈસ્ટ)માં આવેલા દીક્ષિત રોડ પર સેટેલાઈટ હોટલની સામે આવેલા એક કૂવાની પાળી પર બેસીને મહિલાઓ ઉત્તર ભારતની જાણીતી જીમૂતવાહન (જિતિયા)ની પૂજા કરી રહી હતી.
એ વખતે અચાનક જ ૧૮ મહિલાઓ એકસાથે કૂવામાં પડી ગઈ હતી, જેમાં એક યુવતી, એક મહિલા અને એક ત્રણ વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. ઉત્તર પ્રદેશના રિવાજ પ્રમાણે સોમવારની નહાય-સહાયની પૂજા બાદ સંતાનોના દીર્ઘાયુષ્ય માટે નિર્જળા ઉપવાસ કરીને કૂવાની પૂજા કરવાનું મહ¥વ છે.
આ પૂજા કરવા માટે બાળકો સાથે એકઠી થયેલી મહિલાઓ કૂવાની દીવાલ પર લોખંડની ગ્રિલ પાસે બેઠી હતી. મહિલાઓના વજનના કારણે અચાનક લોખંડની ગ્રિલ તૂટી હતી અને ૧૮ મહિલાઓ તેમનાં બાળકો સાથે ૩૦ ફૂટ ઊંડા કૂવામાં પડી હતી.
મૃતકોમાં ૪૯ વર્ષની માધવી પાંડે, ર૦ વર્ષીય રેણુ યાદવ અને ત્રણ વર્ષની દિવ્યાનાં મોત થયાં છે, જ્યારે બાકીની મહિલાઓ અને બાળકોને ફાયર બ્રિગેડે બચાવી લીધાં હતાં. બીએમસીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે ર૦ ફૂટના ઘેરાવવાળા કૂવા પર લગાવવામાં આવેલી સુરક્ષા ગ્રિલ મહિલાઓ અને બાળકોના વજનના કારણે તૂટી ગઈ હતી. શ્રદ્ધાળુ મહિલાઓ ગ્રિલ તૂટવાના કારણે કૂવામાં પડી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY