ક્યાં સુધી મોદી સાહેબ દેશને ગુમરાહ કરવાનું કામ કરશો?: ફારુખ અબ્દુલ્લા

0
5

શ્રીનગર,તા.૬
સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ પુરજાશમાં છે. જા કે લોકસભાની સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ થઇ રહિ છે. વર્તમાન સમયમાં જમ્મુ-કાશ્મીર વિધઆનસભાનું વિસર્જન કરી દેવાયું છે. ત્યારે નેશનલ કોન્ફરન્સનાં વડા અને પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. એર સ્ટ્રાઇક મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ગુમરાહ કરી રહ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સનાં નેતા ફારૂખ અબ્દુલ્લાએ શ્રીનગરમાં જનસભા સંબોધતા પાકિસ્તાનનાં હ્લ-૧૬ વિમાનનો મુદો ઉઠાવ્યો. તેમણે જણાવ્યુ કે, અમેરિકાએ એવો દાવો કર્યો કે, પાકિસ્તાનના તમામ હ્લ-૧૬ વિમાન સલામત છે. પાકિસ્તાનનું એક પણ વિમાન તોડવામાં આવ્યુ નથી. આ મામલે મોદીજી દેશમાં જુઠ્ઠાણુ ફેલાવી રહ્યા છે.
દેશમાં મોદીજી એર સ્ટ્રાઈકના નામે રાજીનીતિ કરી રહ્યા હોવાનો આરોપ ફારૂખ અબ્દુલ્લાએ લગાવતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં અનેક લોકો મરી રહ્યા છે. મોદી સરકારની અયોગ્ય નીતિના કારણે આજે જમ્મુ કાશ્મીરની સ્થિતિ વધારે વિકટ બની છે. ફારૂખ અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યુ કે, મોદી સરાકરે ૧૫ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજ સુધી કોઈના બેંક ખાતામાં રૂપિયા આવ્યા નથી. મોદી સરકારે માત્ર વાયદા કરી દેશમાં સત્તા હાસલ કરી. જેથી લોકસભામાં દેશની જનતા ભાજપને જવાબ આપવાની છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY