ભરૂચ બેઠક પર ધારાસભ્ય છોટુ વસાવા આજે ફોર્મ ભરશે

0
12

ભરૂચ,તા.૨
લોકસભાની ચૂંટણીમાં હજુ ય ગુજરાતની ઘણી બેઠકોમાં ઉમેદવારો જાહેર થયા નથી પરિણામે ચિત્ર અસ્પષ્ટ બન્યુ છે. ભરૂચની બેઠક પર કોંગ્રેસે સોનિયા ગાંધીના સલાહકાર અને સાંસદ અહેમદ પટેલને ટિકિટ આપવા મન બનાવ્યુ છે ત્યારે આ તરફ ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવા પણ આ બેઠક પર ચૂંટણી લડવા મક્કમ છે. બુધવારે છોટુ વસાવા ફોર્મ ભરશે.
ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી વચ્ચે રાજકીય ગૂંચ પડી છે જે હજુ સુધી ઉકેલાઇ નથી. ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડે તો કોંગ્રેસ માટે મુશ્કેલી વધી શકે છે. હજુ સુધી ભારતીય ટ્રાયબલ પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ શકિયું નથી જેના લીધે આ બેઠક પર અસમંજસની સ્થિતી સર્જાઇ છે.
આજે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રિનીંગ કમિટીની બેઠક મળનાર છે જેમાં ભરૂચ બેઠક પર કોને ટિકિટ અપાશે તેના પરથી ચિત્ર સ્પષ્ટ થઇ જશે. જો કોગ્રેસ કોઇપણ ઉમેદવારને ટિકિટ આપશે તો ભારતીય ટ્રાયબલ પાર્ટી,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે જે ભાજપ માટે ફાયદારુપ સાબિત થઇ શકે છે. કોંગ્રેસ અને ભારતીય ટ્રાયબલ પાર્ટી એક થાય તો આ બેઠક સરળતાથી જીતી શકાય તેમ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY