મુંબઈ,તા.૬
મલ્ટિ સ્ટારર ફિલ્મ ‘કલંક’નું ટ્રેલર ૨ દિવસ પહેલાં રિલીઝ થયું છે. આ ટ્રેલર બાદ લોકોના મિક્સ પ્રતિભાવો હતા. અમુક લોકોનું કહેવું છે કે, આ ફિલ્મની સ્ટોરીનો પ્લોટ શૌના સિંહની બુક ‘વ્હોટ ધ બોડી રિમેમ્બર્સ’ને મળતી આવે છે. ફિલ્મના કેરેકટર્સના નામ પણ બુકના પાત્રના નામ સાથે મળતા આવે છે. પરંતુ મુંબઈમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન વરુણે આ ચર્ચાને રદિયો આપતા જણાવ્યું કે, ફિલ્મનું સાચું પ્રિમાઇસ હજુ બતાવવામાં આવ્યું જ નથી. હું ઈચ્છું છું કે લોકો પહેલાં ફિલ્મ જુએ અને પછી કોઈ ધારણા બાંધે.
વરુણે ચોખવટ કરતાં જણાવ્યું કે, હું સાચું કહું તો મેં તે બુક વાંચી નથી. મને તેના વિશેની કોઈ જ માહિતી નથી. પણ મને નથી લાગતું કે સ્ટોરી સરખી હશે કારણકે, ફિલ્મની સાચી સ્ટોરી તો હજુ કોઈને બતાવવામાં જ નથી આવી. અમે અત્યાર સુધી જે બતાવ્યું છે તેમાં ક્્યાંયપણ ફિલ્મની મૂળ સ્ટોરીના સિક્રેટ બતાવ્યા નથી. હા, આ લવ સ્ટોરી છે પરંતુ આ ફિલ્મમાં તેના સિવાય પણ ઘણું બધું છે. ફિલ્મમાં ઘણા રહસ્યો છે જે બધા તમેં ૧૭ એપ્રિલે ફિલ્મ રિલીઝ થશે ત્યારબાદ ખબર પડી જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



