પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામી વિરુદ્ધ મોટી કાર્યવાહી, ૭૦ બેંક ખાતા સીલ, ૩૫૦ સભ્યની ધરપકડ

0
5

જમાત-એ-ઇસ્લામીના નેતાઓના અનેક મકાનો, ઓફિસો અને સંપત્તિઓ સીલ કરી
શ્રીનગર,તા.૨
જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઇસ્લામી સંગઠન વિરુદ્ધ સરકારે મોટી કાર્યવાહી કરી છે. ગુરુવારે આ સંગઠનને પર પ્રતિબંધ લગાવ્યા બાદ ત્રીજા દિવસે ૭૦ થી વધુ બેન્ક ખાતા સીઝ કરી દીધાં છે અને કિશ્તવાડમાં દરોડા દરમિયાન ૫૨ કરોડ રૂપિયા પણ જપ્ત કર્યા છે. અત્યાર સુધી કેટલાક નેતાઓ સહિત ૩૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે તેનો સંબંધ આતંકી સંગઠનો સાથે છે.
જમાત-એ-ઇસ્લામી સંગઠન પર ગુરુવારે પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંગઠન પર આતંકવાગીઓ સાથે સાંઠગાંઠનો આરોપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા સુરક્ષા પર ઉચ્ચસ્તરીય બેઠક બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેર કાનૂની ગતિવિધિ અધિનિ (Unlawful Activities (Prevention) Act અંતર્ગત આ સંગઠન પર પ્રતિબંધ લગાવતા ખાસ સૂચના જારી કરી હતી.
જમાત વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન તેના અનેક મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે તેના ૨૦૦થી વધુ સભ્યોને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવ્યા છે. આ સંગઠન પાસે ૪૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું અનુમાન છે. જો આ કાયદેસર છે કે ગેરકાયદે તે અંગે તાપસ ચાલી રહી છે.
સરાકારી અધિકારીએનું કહેવું છે કે સંગઠન કાશ્મીર ઘાટીમાં અલગાવાદિઓ અને કટ્ટરપંથિઓના પ્રચાર પ્રસાર માટે જવાબદાર મુખ્ય સંગઠન છે અને તે આતંકી સંગઠન હિજ્બૂલ મુજાહિદીનને અને હુર્રિયત કાંફ્રેન્સના ગઠન માટે જવાબદાર છે. તેના માટે પૈસાની વ્યવસ્થા અને આશ્રય આપવા સંબંધિત તમામ પ્રકારની મદદ કરતું આવ્યું છે. જમાત સંગઠન અંતર્ગત ૪૦૦ સ્કૂલ, ૩૫૦ મસ્જિદ કામ કરે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY