ભારત સરકારે બંધ કર્યા 30 લાખ જન ધન ખાતા

0
247

દિલ્હી :

સરકાર જ્યાં એક તરફ જન ધન યોજનાને પોતાની સફળતમ યોજના બતાવી રહી છે, ત્યાં બીજી બાજુ ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. સરકારે શુક્રવારના રોજ સંસદમાં જણાવ્યું હતું કે, ૨૦ ડિસેમ્બર ૨૦૧૭ સુધી ૪૯ લાખ ૫૦ હજાર ખાતા બંધ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આમાંથી ૫૦% ખાતા તો ફક્ત એકલા ઉત્તર પ્રદેશમાં બંધ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ જન ધન ખાતા બંધ કરવામાં મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાનનો નંબર આવે છે.

સરકારે જણાવ્યું હતું કે,  જનધન યોજના અંતર્ગત દેશભરની વિવિધ બેંકોમાં લગભગ ૩૧ કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં ૨૪.૬૪ કરોડ ખાતા ઓપરેશનલ છે, આ ખાતાઓમાં છેલ્લા ૨૪ મહિનામાં લેણદેણ કરવામાં આવી છે. આની જાણકારી નાણાં મંત્રાલય તરફથી સંસદમાં આપવામાં આવી હતી.

રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ખાતા બંધ થયા છે, ત્યાં ૯ લાખ ૬૨ હજાર ખાતા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે આ યાદીમાં બીજા ક્રમે મધ્ય પ્રદેશ આવે છે, જ્યાં ૪ લાખ ૪૪ હજાર ખાતા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતમાં ૪ લાખ ૧૯ હજાર જન ધન ખાતા બંધ કરવામાં આવ્યા છે. તામિલનાડુમાં પણ ૩ લાખ ૫૫ હજાર અને રાજસ્થાનમાં ૩ લાખ ૧૧ હજાર ખાતા બંધ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં ૩ લાખ, બિહારમાં ૨ લાખ ૯૦ હજાર જન ધન ખાતા બંધ કરવામાં આવ્યા છે. જોકે આ માહિતી નાણાં મંત્રાલય તરફથી સંસદમાં રજુ કરવામાં આવી હતી. સરકારે દેશના તમામ પરિવારોને શુન્ય રૂપિયા બેલેન્સથી જનધનના ખાતા ખોલી આપ્યા હતા. આ યોજનાને સૌથી મોટી આર્થિક યોજના તરીકે ગણાવવામાં આવી હતી. તેમજ સરકારે આ ખાતાનો ઉપયોગ ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર માટે કર્યો હતો..

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY