મુંબઈ,તા.૧૮
‘બિગ બોસ’ સીઝનની શરૂઆતથી જ દર્શકોને એ આશા હતી કે ઘરમાં ખૂબ હોબાળો અને દિલચસ્પ વસ્તુઓ જોવા મળશે. પરંતુ બિગ બોસની આ સીઝનમાં સોમવારના રોજ ઘરવાળાઓને બિગ બોસે પહેલો ટાસ્ક આપ્યો અને એ પહેલાં જ ટાસ્ક મંગળવારના રોજ રદ્દ પણ થવાનો છે. ક્રિકેટના ફીલ્ડમાંથી લઇને ડાન્સના રિઆલિટી શો નો હિસ્સો બની ચૂકેલ પૂર્વ ક્રિકેટર શ્રીસંત આ ટાસ્કમાં કંઇક એવું કરવા જઇ રહ્યો છે કે બિગ બોસ નારાજ થતા પોતાનો પહેલો જ ટાસ્ક જાતે રદ્દ કરી દે છે. તેની કિંમત આખા ઘરે ચૂકવવું પડશે.
ઘરમાં ચાલી રહેલી ટાસ્ક જોડીઓ અને સિંગલ આવેલી સેલિબ્રિટીની વચ્ચે છે, જેમણે એક-બીજાને નબળા સાબિત કરવાના છે. આ ટાસ્કમાં શ્રીસંતે શિવાશીશ મિશ્રા અને સૌરભ પટેલને ચેલેન્જ કરી, પરંતુ જયારે ટાસ્કર શરૂ થયું તો શ્રીસંતે કહ્યું કે તેમને પોતાનાથી નબળા કહેવાનું એક પણ કારણ તેમની પાસે નથી. ઘરવાળા તેને સમજાવતા રહ્યા, પરંતુ શ્રીસંતે કોઇ પણ કારણ આપ્યું જ નહીં અને આખો ટાસ્ક જ રદ્દ થઇ ગયો.
જ્યારે બીજી બાજુ ટાસ્ક ખરાબ હોવા પર આખું ઘર શ્રીસંતને સમજાવતું દેખાય છે અને આ બધાની વચ્ચે સોમી ખાન સાથે શ્રીસંતની ચર્ચા થઇ. આ આખા કેસમાં ઘરવાળા સમજાવાની કોશિષમાં લાગેલા રહ્યા પરંતુ આ ઝઘડો એટલો વધ્યો કે શ્રીસંતે માઇક જ ઉતારી દીધું અને ઘરમાંથી બહાર જવા માટે બિગ બોસ સાથે બોલતા નજર આવ્યો.
બિગ બોસના ઘરમાં બીજા જ દિવસે જબરદસ્ત હંગામો શરૂ થઇ ગયો છે. હવે જોવાનું એ છે કે આખરે શ્રીસંતને બિગ બોસ કેવી રીતે હેન્ડલ કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




