હું ક્યારેય કામ બાદ એવોર્ડ મુદ્દે વિચારતી નથી : સોનમ કપૂર

0
18

તા.૧૮
સોનમ કપૂર આહુજા છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચામાં રહે છે. પહેલાં તેનાં લગ્ન, ત્યારબાદ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના મહેંદીવાળા હાથથી લઇને તેની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’. આજકાલ તેની ચર્ચા પિતા અનિલ કપૂર સાથે ફિલ્મ કરવાના કારણે થઇ રહી છે.
ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં સોનમ તેના પિતા સાથે જોવા મળશે. તે કહે છે કે હું આ ફિલ્મ માટે ખૂબ એક્સાઇટેડ છું, સાથે-સાથે ડરેલી પણ છું. આશા છે કે લોકો આ ફિલ્મ પસંદ કરશે. હું પહેલી વાર મારા પિતા સાથે કામ કરી રહી છું. આ ફિલ્મમાં હું અને મારા પપ્પા ઉપરાંત જૂહી ચાવલા અને રાજકુમાર રાવ પણ છે.
આ ફિલ્મની કહાણી એક એવી છોકરીની કહાણી છે, જે પોતાની પરિણીત જિંદગીથી ખુશ નથી. તેને આ સમયે તેના પિતાના એક વ્યક્તિ સાથેના સંબંધો અંગે જાણ થાય છે. આ ફિલ્મ પ્રેમ અને સંબંધો અંગેની વાતો રજૂ કરશે.
સોનમ પહેલી વાર પિતા સાથે સ્ક્રીન શેર કરી રહી છે. અહીં સુધી પહોંચવામાં તેના પરિવારનું કેટલું યોગદાન રહ્યું તે અંગે વાત કરતાં સોનમ કહે છે કે મારો પરિવાર ખૂબ જ પ્રોગ્રેસિવ છે. દરેક બાબતમાં મને સહયોગ આપે છે. મારાં પરિવારજનોએ મને એવું ક્યારેય કહ્યું નથી કે હું કંઇ કરી નહીં શકું.
મને હંમેશાં એમ જ કહ્યું છે કે હું કંઇ પણ કરી શકું છું. ઇન્ડસ્ટ્રીમાં મારી જર્નીમાં હંમેશાં ગ્રોથ જ થયો છે. હું દરેક ફિલ્મથી કંઇક ને કંઇક શીખી છું. મારા મત મુજબ તમારી સફર ક્યારેય કઠિન ન હોવી જોઇએ. રોજ સવારે ઊઠીને મને કામ પર જવાની ઇચ્છા થાય છે. હું ક્યારેય કોઇ કામ બાદ એવોર્ડ અંગે વિચારતી નથી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY