સિદ્ધૂના બચાવમાં ઉતર્યા ઈમરાન ખાન, પાક આવવા બદલ કહ્યું, આભાર

0
24

સિદ્ધુની આલોચના કરનારાઓને ઈમરાને શાંતિ માટે હાનિકારક ગણાવ્યા
ઈસ્લામાબાદ,તા.૨૧
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણમાં જવાને લઇ ભારતમાં ઘેરાયેલ કાંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુના સમર્થનમાં હવે ઇમરાન આવી ગયા છે. ઇમરાને ટ્વિટર પર જયાં એક બાજુ સિદ્ધૂનો આભાર માનતા તેમને શાંતિના દૂત ગણાવ્યા છે તો બીજીબાજુ સિદ્ધૂની આલોચના કરનારાઓને શાંતિ માટે હાનિકારક ગણાવ્યા છે.
ઇમરાને ટ્‌વીટ કરી કે હું સિદ્ધુનો મારા શપથગ્રહણ સમારંભમાં પાકિસ્તાન આવવા માટે આભાર માનું છું. તેઓ શાંતિના દૂત છે અને તેમણે પાકિસ્તાનના લોકોને ખૂબ જ પ્રેમ આપ્યો. જે લોકો તેમને નિશાન બનાવી રહ્યાં છે તેઓ ઉપમહાદ્વીપમાં શાંતિને હાની પહોંચાડી રહ્યાં છે. શાંતિ વગર આપણા લોકોનો વિકાસ કયારેય થઇ શકે નહીં.
ઇમરાને બીજી ટ્‌વીટમાં લખ્યું કે આગળ વધવા માટે ભારત અને પાકિસ્તાનને કાશ્મીર સહિત તમામ વિવાદોને વાતચીત દ્વારા ઉકેલવો જોઇએ. ગરીબી હટાવા અને ઉપમહાદ્વીપમાં જીવનસ્તરને ઉપર લઇ જવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો વાતચીત દ્વારા આપણા મતભેદ ઉકેલવા અને વેપાર શરૂ કરવાનો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY