ફેક ન્યુઝ અટકાવવા સરકાર સક્રિય, વોટ્‌સએપને સ્થાનિક એકમ સ્થાપવા કહ્યું

0
44

વોટ્‌સએપના વડાએ રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત કરી
ન્યુ દિલ્હી,તા.૨૧
વોટ્‌સએપ કંપનીના ચીફ ક્રિશ ડેનિયલ્સ પાંચ દિવસની ભારતની મુલાકાત પર છે અને કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદને આજે મળ્યા હતા. છેલ્લા ઘણા સમયથી વોટ્‌સએપ દ્વારા દેશભરમાં ફેલાતા ફેક ન્યૂઝ અને અફવાઓને કારણે ૨૦ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારતમાં વોટ્‌સએપના ૨૦૦ મિલિયન યુઝર્સ છે. ભારત દેશ વોટ્‌સએપનું સૌથી મોટુ માર્કેટ છે. વોટ્‌સએપ દ્વારા ફેલાવવામાં આવતા ફેક ન્યૂઝ એ કંપની માટે માથાનો દુખાવો સાબિત થયા છે.
કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદે કહ્યું કે, અમારી વચ્ચેની મુલાકાત ફળદાયી રહી. ખોટી માહિતી ફેલાવવા માટે લોકો વોટ્‌સએપનો દુરઉપયોગ કરે છે અને આ કંપની દ્વારા પગલા લેવાની ખાતરી આપવામાં આવી છે.
આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રીએ વોટ્‌સએપના ચીફને જણાવ્યુ કે, કંપનીએ આ દેશના કાયદાનું પાલન કરવુ પડશે અને માગણી કરી કે, કંપની ગ્રિવીયન્સ ઓફિસરોની નિમણૂક કરે અને તેની કોર્પોરેટ ઓફિસ ભારતમાં ખોલે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં રસ્તે જતા નિર્દોષ લોકોને ટોળાઓએ અફવાઓના આધારે મોતને ઘાટ ઉતાર્યા છે. આ તમામ અફવાઓ વોટ્‌સએપ દ્વારા ફેલાવાઇ હતી. મોટા ભાગે લોકોએ બાળકોને ઉઠાવતી ગેંગની અફવાથી નિર્દોષ લોકોને મારી નાંખ્યા હતા. સરકારે વોટ્‌સએપ કંપનીને આ મુદ્દાને ગંભીરતાથી લેવા આદેશ આપ્યા હતા અને આ અંગે કંપનીને બે નોટિસો પણ આપવામાં આવી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY